ભારત ચોથી વખત વર્લ્ડ કપની ફાઈનલમાં: રોહિત શર્મા હવે કપિલ દેવ, સૌરવ ગાંગુલી અને એમએસ ધોની બાદ ભારતને વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચાડનારો ચોથો કેપ્ટન બની ગયો છે. આ વર્લ્ડ કપ દરમ્યાન ભારતની આ સતત 10મી જીત છે.
ભારત ચોથી વખત વર્લ્ડ કપની ફાઈનલમાં
તારીખ 15-11-2023ના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ભારત-ન્યૂઝીલેન્ડ (ind vs nz)ની પ્રથમ સેમિફાઈનલ મેચ રમાઈ હતી જેમાં ભારતનો 70 રને ભવ્ય વિજય થયો હતો. વર્ષ 2019માં સેમિફાઈનલમાં જે હારનો સામનો કર્યો તેનો બદલો કાલે લીધો હતો. આ મેચ રોમાંચક બની ગઈ હતી અને ભારતે જીત મેળવવા ભારે મહેનત કરવી પડી હતી.
ન્યૂઝીલેન્ડ સામેની મેચ જીતીને ભારતે ફાઈનલ મેચમાં પ્રવેશ કરી લીધો હતો. ભારતે ટોચ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે 50 ઓવરમાં 397 રન 4 વિકેટ ખોઈને બનાવ્યા હતા જેમાં. રોહિત શર્મા 47 રન, વિરાટ કોહલી 117 રન, શુભમન ગિલ 80 રન (અણનમ), શ્રેયસ ઐય્યર 105 રન અને કેએલ રાહુલ 39 રન (અણનમ) બનાવ્યા હતા.
ન્યૂઝીલેન્ડની વાત કરીએ તો 48.5 ઓવરમાં 327 રન બનાવી ઓલઆઉટ થઇ ગઈ હતી. કેપ્ટન કેને 69 રન, ડેરિલ મિચેલ 134 રન ફટકાર્યા હતા. જેમાં મહોમ્મદ શમીએ 7 વિકેટ ઝડપી હતી.
કોહલીએ સદી ફટકારી
ind vs nz સેમિફાઈનલ મેચમાં વિરાટ કોહલીએ ODI ક્રિકેટ કારકિર્દી 50મી સદી ફટકારી પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સચિન તેંદુલકરનો 49 સદીનો રેકોર્ડ તોડયો હતો અને આ ફોરમેટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો હતો. આ ઉપરાંત કોહલી ODI વર્લ્ડ કપમાં એક સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. કોહલીએ આ સિઝનમાં આ ત્રીજી સદી ફટકારી છે.
50-વિરાટ કોહલી, 49-સચિન તેંડુલકર, 31-રોહિત શર્મા ટોપ 3 બેટ્સમેન ભારતીય જ છે.
મહોમ્મદ શામીની 7 વિકેટ
મોહમ્મદ શમીએ જોરદાર બોલિંગ કરીને 9.5 ઓવરમાં 57 રન આપીને 7 વિકેટ ઝડપી લીધી હતી અને વર્લ્ડ કપના નોકઆઉટમાં બેસ્ટ બોલિંગ કરી હતી.
𝗢𝗻𝗲 𝘀𝘁𝗲𝗽 𝗰𝗹𝗼𝘀𝗲𝗿! 🏆#TeamIndia 🇮🇳 march into the FINAL of #CWC23 🥳#MenInBlue | #INDvNZ pic.twitter.com/OV1Omv4JjI
— BCCI (@BCCI) November 15, 2023
ફાઈનલ મેચ અમદાવાદ રમાશે
વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ 19 નવેમ્બરના રોજ અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ફાઈનલમાં પ્રવેશ મેળવનાર પ્રથમ ટીમ ભારત છે. અગાઉ 1983 અને 2011માં ભારતે વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશી વર્લ્ડ કપ જીત્યો હતો.