Join Whatsapp Group

Join Telegram Group

PM Awas Yojana: પ્રધાનમંત્રી આવાસ યોજના 2023

PM Awas Yojana 2023: કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના ને લઈને કેન્દ્રિત બજેટ 2023મા મોટી જાહેરાત કરવામાં આવી છે.નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકોને ધરનું સપનું સાકાર કરવા માટે બજેટમાં પહેલા કરતા વધુ બજેટ આપવાની જાહેરાત કરી છે.હવે આ યોજના હેઠળ વધુ લોકોને લાભ આપવામાં આવશે PM Awas Yojana in Gujarat,પ્રધાનમંત્રી ગ્રામીણ હેઠળ ગ્રામીણો માટે અને શહેરી આવાસ હેઠળ શહેરના નાગરિકો માટે મકાનો બનાવવામા આવશે.

PM Awas Yojana 2023

યોજનાનું નામ પ્રધાનમંત્રી આવાસ યોજના
આર્ટિકલનો પ્રકાર સરકારી યોજના
કોને લાભ મળશે ભારતના દરેક નાગરિકોને
યોજનાની જાહેર થવાની તારીખ 25 જૂન 2015
ઓફીશ્યલ વેબસાઇટ લીંક pmaymis.gov.in

પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીની પાત્રતા

  • જમીન ના માલિક અરજદાર પોતે હોવો જોઈએ.
  • અરજદારના કુટુંબના કોઈ પણ સભ્ય ભારતભરમાં પાકું મકાન ધરાવતા ન હોવા જોઈએ.
  • કૌટુંબિક વાર્ષિક આવક રૂ. 3,00,000/- થી વધુ ન હોવી જોઈએ.
  • અરજદાર PMAY (પ્રધાનમંત્રી આવાસ યોજના) ના અન્ય કોઈપણ ઘટક હેઠળ તેમજ ભારત સરકારની બીજી કોઈપણ યોજનાનો લાભ લીધેલ ન હોવા જોઈએ.

કોને લાભ મળી શકે

આ યોજનામાં વાર્ષિક 3 લાખથી ઓછી આવક ધરાવતા લોકો કે જેઓની પાસે કોઈ ઘર નથીતેઓ અરજી કરી શકે છે. સરકારની આ યોજનામાં 2.50 લાખ સુધીની સહાયતા કરવામાં આવે છે. જેમાં 3 હપ્તે રૂપિયા આપવામાં આવે છે. પહેલા હપ્તે 50,000 રૂપિયા, પછી 1.50 લાખ અને અંતમાં 50,000 આપવામાં આવે છે. આ કુલ રૂપિયામાં 1 લાખ રાજ્ય સરકાર અને 1.50 લાખ કેન્દ્ર સરકાર આપે છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના ડોક્યુમેન્ટ

  • જમીન માલિકી ના પુરાવા (પાકા દસ્તાવેજની નકલ/સીટી સર્વે પ્રોપર્ટી કાર્ડ/૭-૧૨ ની નકલ).
  • લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક દર્શાવો મામલતદારશ્રી/તલાટી નો દાખલો (૩ લાખ થી ઓછી આવક મર્યાદા).
  • અરજદારના કુટુંબના કોઈ પણ સભ્ય ભારતભરમાં પાકું મકાન ધરાવતા ન હોવા અંગોનું રૂ, 50 ના સ્ટેમ્પ પેપર પર નોટરાઈઝ સોગંદનામું.
  • આાધારકાર્ડની નકલ(કુટુંબ ના દરેકસભ્યની).
  • મતદાનકાર્ડ ની નકલ.
  • બેંક પાસબુક / કેન્સલ ચેક.
  • રહેઠાણ નો લાભાર્થી સાથેનો ફોટો.
  • લાભાર્થી નો પાસપોર્ટ સાઈઝ ફોટો.
  • સંયુક્ત માલિકી ના કિસ્સા માં જમીન ના અન્ય માલિકો દ્વારા લાભાર્થીને લાભ લેવા માટે ન વાંધા બાબતે સંમતી આપતો રુ. 50 ના સ્ટેમ્પ પેપર પર નોટરાઈઝડ સંમતિપત્ર.

પ્રધાનમંત્રી આવાસ યોજના ફોર્મ

  1. મહાનગરપાલિકા વિસ્તારના રહીશો એ મહાનગરપાલિકા ની સ્લમ અપગ્રેડેશન કચેરી નો સંપર્ક કરવો.
  2. જિલ્લા કો નગરપાલિકા વિસ્તાર ના રહીશો એ સ્થાનિક નગરપાલિકા કે જિલ્લા પંચાયત કચેરી નો સંપર્ક કરવો.
  3. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા રહીશો એ ગ્રામ પંચાયત કચેરી નો સંપર્ક કરવો.

Mal Vahak Vahan Sahay Yojana: માલ વાહક વાહન સહાય યોજના 2023

મહત્વપૂર્ણ લીંક

PMAY ગ્રામીણ વેબસાઈટ અહીં ક્લિક કરો
PMAY અધિકૃતિ વેબસાઈટ અહીં ક્લિક કરો

FAQs:આ યોજનાને લગતા પ્રશ્નો અને જવાબો

PM Awas Yojana 2023 માટે હેલ્પલાઈન નંબર કયો છે?

પ્રધાનમંત્રી આવાસ યોજના માટે હેલ્પલાઈન નંબર 1800113377 છે

પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી વિસ્તાર માટે છે કે ગ્રામ્ય વિસ્તાર માટે?

પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તાર માં રહેતા લોકો માટે છે.

Leave a Comment