ચાફટ કટર સહાય યોજના : કૃષિ,ખેડુત ક્લ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના કલ્યાણ અને હિતલક્ષી ઘણી બધી યોજનાઓ અમલી બનાવેલ છે. Ikhedut Portal 2023 પર ખેતીવાડીની કુલ 29 યોજનાઓ ચાલુ કરવામાં આવેલ છે. ખેડૂતોને ઉત્પાદન વધારવા તથા ખર્ચ ઘટાડવા માટે ટ્રેક્ટર સહાય આપવામાં આવે છે. Tractor Sahay Yojana નો લાભ મેળવ્યા ઘણા બધા સાધનોની જરૂર રહેતી હોય છે. જેમ કે કલ્ટીવેટર, રોટાવેટર, ગ્રાઉન્ડ ડીગર વગેરે ઘણા બધા ખેત ઓજારોની જરૂર પડે છે. પ્રિય વાંચકો, આજે Chaff Cutter Yojana આર્ટિકલ દ્વારા ખેડૂતોને પોતાની ખેતી અને પશુપાલનમાં ઉપયોગમાં લેવાતા ચાફ કટર વિશે વિગતવાર માહિતી મેળવીશું.
ચાફટ કટર સહાય યોજના
ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે વિવિધ ઓજારો અને સાધનની મદદ લેવી પડે છે. જેથી સમય અને શક્તિની બચત થાય. આધુનિક ખેત ઓજારો મૂલ્યવાન હોય છે. પરંતુ આવા કિંમતી સાધનોની ખરીદી પર Government of Gujarat દ્વારા સબસીડી આપવામાં આવે છે. રાજ્યના ખેડૂતોને ઈલેક્ટ્રીક મોટર ઓપરેટેડ ચાફ કટર અને એંજિન આધારે ચાલતા ચાફકટરની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે. ખેડૂતોને Chaff Cutter Yojana સાધનની ખરીદી પર કેટલી સબસીડી મળે, કેવી રીતે અરજી કરવી તથા કયા-ક્યા ડોક્યુમેન્ટ જોઈએ તેની માહિતી મેળવીશું.
ચાફટ કટર સહાય યોજના – હાઈલાઈટ્સ
યોજનાનું નામ | ચાફટ કટર સહાય યોજના 2023 |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને English |
યોજનાનો મુખ્ય ઉદ્દેશ | ખેડૂતોને પશુપાલન તથા ખેતીમાં ઘાસચારો કાપવા માટેના ચાફ કટરને સબસીડી પર આપવાનો ઉદ્દેશ |
લાભાર્થી | ગુજરાતના ખેડૂતોના તમામ |
સત્તાવાર વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 08/12/2023 |
ચાફટ કટર સહાય યોજનાનો ઉદેશ્ય
ખેતી અને પશુપાલન એક-બીજા સાથે જોડાયેલ વ્યવસાયો છે. ખેડૂતો ખેતી સાથે પશુપાલન કરતાં હોય છે. ખેતીમાં જુવાર, બાજરી, મકાઈ કે અન્ય પાકોના ઘાસચારો દુધાળા પશુઓને આપવામાં આવે છે. પરંતુ ઘાસચારો કાપવામાં ઘણો બધો સમય વપરાય છે. છતાં પણ મશીન જેવા ટુકડા થતા નથી. જેથી ખેડૂતોને Electric Chaff Cutter Machine ખરીદવું પડે છે. ખેડૂતોને Subsidy On Electric Chaff Cutter Machine આપવામાં આવે છે.
આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા
ગુજરાત ખેતી વાડી વિભાગ દ્વારા આ યોજના હેઠળ ખેડૂતોને સાધન સહાયનો સબસીડી અને લાભ આપવામાં આવે છે. આ યોજના માટે કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.
- અરજદાર ગુજરાત રાજયનો હોવો જોઈએ.
- નાના, સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારનો હોવો જોઈએ.
- લાભાર્થી ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.
- જંગલીય વિસ્તારના ખેડૂત લાભાર્થી પાસે ટ્રાઈબલ લેન્ડ વન અધિકાર પ્રમાણપત્ર હોવું જોઈએ.
- ખેડૂતોઓએ ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ચાફટ કટર સહાય યોજનામાં મળતો લાભ
- 3 થી ઓછા H.P વાળી મોટરની ખરીદી પર સબસીડી મળશે. જેમાં સામાન્ય વર્ગના ખેડૂતોને કુલ ખર્ચના 40% અથવા રૂ.16000/- બે માંથી જે ઓછું હોય તે લાભ આપવામાં આવશે.
- 3 થી 5 H.P વાળી મોટરની ખરીદી ઉપર પણ સબસીડી મળશે. જેમાં સામાન્ય વર્ગના ખેડૂતોને કુલ ખર્ચના 40% અથવા રૂ.22000/- બે માંથી જે ઓછું હોય તે લાભ આપવામાં આવશે.
- 3 થી ઓછા H.P વાળી મોટરની ખરીદી પર સબસીડી મળશે. જેમાં અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ, નાના, સીમાંત અને મહિલા ખેડૂતો માટે કુલ ખર્ચના 50% અથવા રૂ.20000/- બે માંથી જે ઓછું હોય તે લાભ આપવામાં આવશે.
- 3 થી 5 H.P વાળી મોટરની ખરીદી ઉપર સબસીડી મળશે. જેમાં અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ, નાના, સીમાંત અને મહિલા ખેડૂતો માટે કુલ ખર્ચના 50% અથવા રૂ.28000/- બે માંથી જે ઓછું હોય તે લાભ આપવામાં આવશે.
આ યોજનામાં અરજી કરવા માટેના દસ્તાવેજો
ખેડૂતો માટે I kisan portal બનાવેલ છે. જેમાં વિવિધ ખેડૂત યોજનાઓના ઓનલાઈન ફોર્મ સ્વીકારવામાં આવે છે. ચાફ કટર યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ જોઈશે.
- લાભાર્થી ખેડૂતની જમીનની નકલ 7-12
- લાભાર્થી ખેડુતની રેશનકાર્ડની નકલ (Ration Card)
- ખેડૂત લાભાર્થીના આધારકાર્ડની નકલ
- અનુસૂચિત જાતિનો હોય તો તેનું પ્રમાણપત્ર
- અનુસૂચિત જનજાતિનો હોય તો તેનું સર્ટિફિકેટ
- વિકલાંગ લાભાર્થી માટે વિકલાંગતા હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
- ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક
- જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
- ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
- જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો
- બેંક ખાતાની પાસબુક
- મોબાઈલ નંબર
અરજી કઇ રીતે કરવી?
ખેડૂત લાભાર્થીઓએ આ Khedut Yojana નું ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂતોઓએ ગ્રામ પંચાયતમાંથી VCE પાસેથી Ikhedut Online Arji કરી શકે છે. વિશેષમાં ખેડૂતો કોઈપણ કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે Online Application કરાવી શકે છે. ખેડૂતો જાતે પણ ઓનલાઈન અરજી કરી શકે છે. તો ચાલો ઈ-ખેડૂત પોર્ટલ ઓનલાઈન અરજી કેવી રીતે અરજી કરવી તેની વિગતવાર માહિતી મેળવીશું.
- સૌપ્રથમ ‘Google Search” માં ‘ikhedutl Portal’ ટાઈપ કરવાનું રહેશે.
- ગુગલ સર્ચ રિઝલ્ટમાંથી અધિકૃત https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
- ખેડૂત યોજના વેબસાઈટ ખોલ્યા પછી “યોજના” પર ક્લિક કરવું.
- જેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ-1 પર આવેલી “ખેતીવાડીની યોજનાઓ” ખોલવીની રહેશે.
- જેમાં “ખેતીવાડી ની યોજના” ખોલ્યા બાદ વર્ષ-2023-24ની કુલ 29 યોજનાઓ બતાવશે.
- જેમાં ક્રમ નંબર-05 પર “ચાફ કટર (એંજિન/ઈલે. મોટર ઓપરેટેડ)” માં પર ક્લિક કરવાની રહેશે.
- જેમાં ચાફ કટર સહાય યોજનાની તમામ માહિતી વાંચ્યા બાદ “અરજી કરો” તેના પર Click કરીને Website ખોલવાની રહેશે.
- હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો અગાઉ Registration કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.
- અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image સબમીટ કરવાની રહેશે.
- જો લાભાર્થીએ Ikhedut Portal પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરીને Online Form ભરવું.
- ખેડૂત Online Form માં સંપૂર્ણ ચોક્કસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ Application Save કરવાની રહેશે.
- લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે.
- ઓનલાઈન એપ્લિકેશન કન્ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.
- છેલ્લે, ખેડૂત અરજી નંબરના આધારે પ્રિન્ટ મેળવી શકશે.
મહત્વપૂર્ણ લિન્ક
સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |