ટાટા ટેકનોલોજીસ બાદ ટાટા ગૃપની આ દિગ્ગજ કંપની લાવશે IPO,જાણો ક્યારે આવશે આઈપીઓ

ટાટા ગ્રુપ દ્વારા વર્ષ 2025 માં ટાટા કેપિટલ માટે IPO લાવવાની તૈયારી કરી રહ્યુ છે. બોર્ડનું વિસ્તરણ કરવામાં આવ્યું છે અને ટાટા કેપિટલ હેઠળની કેટલીક ગ્રુપ કંપનીઓનું મર્જર પણ IPO નો એક ભાગ છે. સપ્ટેમ્બર 2022 માં, ભારતીય રિઝર્વ બેંકે ટાટા કેપિટલ અને ટાટા સન્સ લિમિટેડ બંનેને NBFCsમાં વર્ગીકૃત કર્યા હતા.

ટાટા ગૃપની કંપની ટાટા ટેકનોલોજીસનું ગુરુવારે બમ્પર લિસ્ટિંગ થયું હતું. ટાટા ટેકની ઈશ્યૂ પ્રાઈસ 500 રૂપિયા હતી અને તેનું લિસ્ટિંગ 1200 રૂપિયા પર થયું હતું. ત્યારબાદ તેનો ભાવ 1,400 રૂપિયા પર પહોંચ્યો હતો. ટાટા ટેક બાદ ટાટા ગ્રૂપ હવે ટાટા કેપિટલ લિમિટેડનો IPO લાવવાની તૈયારી કરી રહી છે. લાઈવમિન્ટના અહેવાલ અનુસાર, ટાટા કેપિટલના બોર્ડનું વિસ્તરણ કરવામાં આવ્યું છે અને IPO માટે જરૂરી મર્જરની પ્રક્રિયા પણ કરવામાં આવી છે.

સેન્ટ્રલ બેંકે 15 NBFCsની યાદી જાહેર કરી હતી

વર્ગીકૃત કર્યાના 3 વર્ષની અંદર જાહેરમાં આવવું જરૂરી છે. જો ટાટા કેપિટલની વાત કરીએ તો તેની છેલ્લી તારીખ સપ્ટેમ્બર 2025 છે. 14 સપ્ટેમ્બરના રોજ, સેન્ટ્રલ બેંકે 15 NBFCsની યાદી જાહેર કરી હતી, જેમાં ટાટા સન્સ અને ટાટા કેપિટલનું નામ ઉચ્ચ સ્તરની શ્રેણીમાં છે. RBI માર્ગદર્શિકા હેઠળ, NBFC-ULs એ તેમને લાગુ પડતા અદ્યતન નિયમનકારી માળખાને અપનાવવા માટે બોર્ડ દ્વારા મંજૂર કરાયેલ નીતિનો અમલ કરવો પડશે અને તેના 3 વર્ષની અંદર ફરજિયાત સૂચિબદ્ધ કરવું પડશે.

2025 માં ટાટા કેપિટલ માટે IPO લાવવાની તૈયારી

રિપોર્ટ અનુસાર, ટાટા ગ્રુપ દ્વારા વર્ષ 2025 માં ટાટા કેપિટલ માટે IPO લાવવાની તૈયારી કરી રહ્યુ છે. બોર્ડનું વિસ્તરણ કરવામાં આવ્યું છે અને ટાટા કેપિટલ હેઠળની કેટલીક ગ્રુપ કંપનીઓનું મર્જર પણ IPO નો એક ભાગ છે. સપ્ટેમ્બર 2022 માં, ભારતીય રિઝર્વ બેંકે ટાટા કેપિટલ અને ટાટા સન્સ લિમિટેડ બંનેને NBFCsમાં વર્ગીકૃત કર્યા હતા.

IPL 2024 Players list: IPL 2024 રીટેન્શન લિસ્ટ જાહેર, જાણો સ્ટાર ખેલાડીઓ કઈ ટીમ તરફથી રમશે?

ટાટા કેપિટલ લિમિટેડમાં મર્જરને મંજૂરી આપી

ટાટા કેપિટલના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ સભરવાલે જણાવ્યું હતું કે, અમે RBI ની ગાઈડલાઈનનું પાલન કરીશું. ઓગસ્ટમાં, ફેર ટ્રેડ રેગ્યુલેટર કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાએ ટાટા ક્લીનટેક કેપિટલ અને ટાટા કેપિટલ ફાઈનાન્સિયલ સર્વિસિસના ટાટા કેપિટલ લિમિટેડમાં મર્જરને મંજૂરી આપી હતી.

ટાટા કેપિટલ ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડ (TCFSL) અને ટાટા ક્લીનટેક કેપિટલ લિમિટેડ (TCCL) નું ટાટા કેપિટલ લિમિટેડ (TCL) માં વિલીનીકરણ સૂચિત સંયોજન છે. ટાટા કેપિટલના બોર્ડની પણ પબ્લિક ઈશ્યુને લઈ પુનઃરચના કરવામાં આવી છે. ટાટા કેપિટલ એ આરબીઆઈ રજિસ્ટર્ડ નોન-ડિપોઝીટ લેતી કોર ઇન્વેસ્ટમેન્ટ કંપની છે.

અપહરણ કરીને દોસ્ત પર કર્યો પેશાબ, વીડિયો પણ કર્યો વાયરલ,ચાર મિત્રોની ધરપકડ,જુઓ આ વીડિયો

Leave a Comment