[નવા ફોર્મ] પ્લાઉ સહાય યોજના 2023 : સરકાર આપશે પ્લાઉ ખરીદવા માટે ખર્ચના 50% અથવા 40 હજારની સહાય

પ્લાઉ સહાય યોજના 2023 : ગુજરાત સરકાર દ્વારા ખેતિવિષયક યોજનાઓની માહિતી તથા લાભ માટે Ikhedut Portal બહાર પાડવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ શ્રેણી પ્રમાણે એટલે કે ખેતીવાડી, બાગાયતી તથા ખેતિવિષયક સાધનની ખરીદી કરવા માટે સહાય આપવામાં આવે છે. જેમાંથી હમણાં તાજેતરમાં ખેતીવાડીના સાધનો ખરીદવાનું પોર્ટલ ખુલ્લુ મુકાયું છે. આજના આ આર્ટીકલમાં આપણે Plough Sahay Yojana વિષે વિગતવાર માહિતી મેળવીશું. આ માટે તમારે અમારો આ આર્ટીકલ અંત સુધી વાંચવો પડશે.

પ્લાઉ સહાય યોજના 2023

પ્લાઉ મુખત્વે ચાર પ્રકારના હોય છે. જેવાકે એમ.બી. પ્લાઉ/ ડીસ્ક પ્લાઉ, ચીજલ પ્લાઉ, મીકેનીકલ પ્લાઉ અને હાઈડ્રોલિક પ્લાઉ. જમીનમાં પ્લાઉ કરવાથી માટી ઢીલી થવાથી હવાના પરિભ્રમણમાં સુધારો થઈ શકે છે. મૂળ જમીનમાં ઊંડે સુધી પ્રવેશી શકે છે, આમ છોડને મજબૂત રીતે પકડી રાખે છે. તમામ પ્રકારના પ્લાઉ માટે સહાય યોજનામા શું-શું લાભ મળે, કેટલો લાભ મળશે તથા આ યોજનાનો લાભ લેવા માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ તેની માહિતી મેળવીશું.

પ્લાઉ સહાય યોજના 2023 – હાઈલાઈટ્સ

યોજનાનું નામપ્લાઉ સહાય યોજના
યોજનાનો ઉદ્દેશઆ યોજનાનો હેતુ એ ખેડૂતને તમામ પ્રકારના પ્લાઉ ની ખરીદી કરવા માટે સહાય પૂરી પાડવાનો છે.
વિભાગનું નામખેતીવાડી વિભાગ
ક્યા લાભાર્થીઓને સહાય મળે?ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો
શું સહાય મળે?તમામ પ્રકારના પ્લાઉ માટે અલગ અલગ સહાય આપવામાં આવે છે.
સત્તાવાર વેબસાઇટhttps://ikhedut.gujarat.gov.in/

પ્લાઉ સહાય યોજનાનો ઉદેશ્ય

ખેતરમાં પ્લાઉ કરવાથી વિવિધ ફાયદા થાય છે જેમકે જમીનની ખેડાણ કરવાથી પાણી જાળવી રાખવાની ક્ષમતા વધે છે. ખેતરમાં ઉગતા નીંદણને જડમૂળથી ખેડવું અને તે ઉપયોગી સુક્ષ્મજીવાણુઓના વિકાસમાં તથા ખેડૂતના ઉત્પાદનમાં પણ વધારો થાય છે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતને તમામ પ્રકારના પ્લાઉની ખરીદી કરવા માટે સહાય કરવાનો છે.

આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

પ્લાઉ સહાય યોજના માટે અમુક પાત્રતા નક્કી થયેલી છે તે નીચે પ્રમાણે છે.

  • આ યોજનામાં સામાન્ય વર્ગના ખેડૂતો, સામાન્ય વર્ગના નાના/સિમાંત; મહિલા ખેડૂતો, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતો આ યોજના હેઠળ લાભ લેવા માટે પાત્ર છે.
  • આ યોજનાનો ફરી લાભ મેળવવા માટેનો ઓછમાં ઓછો સમય 7 વર્ષ છે.
  • ખેડૂતોએ તેમના ખાતા દ્વારા વખતોવખત જાહેર થયેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહેશે.

પ્લાઉ સહાય યોજનામાં મળવાપાત્ર લાભ

આ યોજના હેઠળ મળવા પાત્ર લાભો નીચે મુજબ છે :

વર્ગનું નામમળવાપાત્ર લાભ
સામાન્ય વર્ગ માટેએમ.બી. પ્લાઉ/ ડીસ્ક પ્લાઉના કુલ ખર્ચ ના ૪૦% ૫૦ % અથવા રૂ. ૧૬,૦૦૦ થી ૪૦,૦૦૦ એ બે માંથી જે પણ ઓછુ હોય તે મળવા પાત્ર છે.
રીવર્સીબલ હાઈડ્રોલિક પ્લાઉ (૨-૩ બોટમ) ના કુલ ખર્ચ ના ૪૦% થી ૫૦% અથવા રૂ. ૫૬,૦૦૦ થી ૮૯,૫૦૦ એ બે માંથી જે પણ ઓછુ હોય તે મળવા પાત્ર છે.
ચીજલ પ્લાઉના કુલ ખર્ચ ના ૪૦% થી ૫૦% અથવા તો રૂ. ૧૬,૦૦૦ થી ૨૦,૦૦૦ એ બે માંથી જે પણ ઓછુ હોય તે મળવા પાત્ર છે.
રીવર્સીબલ મીકેનીકલ પ્લાઉ (૨-૩ બોટમ) ના કુલ ખર્ચ ના ૪૦% થી ૫૦% અથવા તો રૂ. ૩૨,૦૦૦ થી ૫૦,૦૦૦ એ બે માંથી જે પણ ઓછુ હોય તે મળવા પાત્ર છે.
અનુસૂચિત જાતિ માટેટ્રેકટર / પાવર ટીલર (૨૦ બી.એચ.પી. સુધી) થી ચાલતા એમ.બી. પ્લાઉ/ ડીસ્ક પ્લાઉના કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૨૦ હજાર જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
ટ્રેકટર (૨૦ થી વધુ અને ૩૫ બી. એચ. પી. સુધી) થી ચાલતા એમ.બી. પ્લાઉ/ ડીસ્ક પ્લાઉના કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૩૦ હજાર જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
રીવર્સીબલ હાઈડ્રોલિક પ્લાઉ (૨ બોટમ) ના કુલ ખર્ચ ના ૫૦ %અથવા રૂ. ૭૦ હજાર જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
ચીજલ પ્લાઉ: કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૨૦ હજાર જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
રીવર્સીબલ મીકેનીકલ પ્લાઉ (૨ બોટમ) ના કુલ ખર્ચ ના ૫૦%અથવા રૂ. ૪૦ હજાર જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
ટ્રેકટર (૩૫ બી. એચ. પી. થી વધુ) થી ચાલતા એમ.બી. પ્લાઉ/ ડીસ્ક પ્લાઉના કુલ ખર્ચ ના ૫૦ %અથવા રૂ. ૫૦ હજાર જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
રીવર્સીબલહાઇડ્રોલીક પ્લાઉ (૨ બોટમ) ના કુલ ખર્ચ ના ૫૦ %અથવા રૂ. ૭૦ હજાર જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
રીવર્સીબલહાઇડ્રોલીક પ્લાઉ (૩ બોટમ) ના કુલ ખર્ચ ના ૫૦ %અથવા રૂ. ૮૯,૫૦૦/- ઓછુ હોય તે મળવા પાત્ર છે.
રીવર્સીબલ મીકેનીકલ પ્લાઉ (૨ બોટમ) ના કુલ ખર્ચ ના ૫૦ %અથવા રૂ. ૪૦ હજાર જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
રીવર્સીબલ મીકેનીકલ પ્લાઉ (૩ બોટમ) ના કુલ ખર્ચ ના ૫૦ %અથવા રૂ. ૫૦ હજાર જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
અનુસૂચિત જનજાતિ માટેટ્રેકટર/પાવર ટીલર (૨૦ બી.એચ.પી. સુધી) થી ચાલતા એમ.બી. પ્લાઉ/ ડીસ્ક પ્લાઉ: કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૨૦ હજાર જે ઓછુ હોય તે મળવાપાત્ર છે.
ટ્રેકટર (૨૦ થી વધુ અને ૩૫ બી. એચ. પી. સુધી) થી ચાલતા એમ.બી. પ્લાઉ/ ડીસ્ક પ્લાઉ: કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૩૦ હજાર જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
રીવર્સીબલ હાઈડ્રોલિક પ્લાઉ (૨ બોટમ) ના કુલ ખર્ચ ના ૫૦ %અથવા રૂ. ૭૦ હજાર જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
ચીજલ પ્લાઉના કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૨૦ હજાર જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
રીવર્સીબલ મીકેનીકલ પ્લાઉ (૨ બોટમ)ના કુલ ખર્ચ ના ૫૦%અથવા રૂ. ૪૦ હજાર જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
ટ્રેકટર (૩૫ બી. એચ. પી. થી વધુ) થી ચાલતા એમ.બી. પ્લાઉ/ ડીસ્ક પ્લાઉ: કુલ ખર્ચ ના ૫૦ %અથવા રૂ. ૫૦ હજાર જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
રીવર્સીબલહાઇડ્રોલીક પ્લાઉ (૨ બોટમ) ના કુલ ખર્ચ ના ૫૦ %અથવા રૂ. ૭૦ હજારજે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
રીવર્સીબલહાઇડ્રોલીક પ્લાઉ (૩ બોટમ) ના કુલ ખર્ચ ના ૫૦ %અથવા રૂ. ૮૯,૫૦૦/- ઓછુ હોય તે મળવા પાત્ર છે.
રીવર્સીબલ મીકેનીકલ પ્લાઉ (૨ બોટમ) ના કુલ ખર્ચ ના ૫૦ %અથવા રૂ. ૪૦ હજારજે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
રીવર્સીબલ મીકેનીકલ પ્લાઉ (૩ બોટમ) કુલ ખર્ચ ના ૫૦ %અથવા રૂ. ૫૦ હજાર જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.

આ યોજનામાં અરજી કરવા માટેના દસ્તાવેજો

I khedut Portal પર ઉપલબ્ધ પ્લાઉ સહાય યોજનાનો લાભ લેવા માટે લાભાર્થી ઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેના માટે નીચે આપેલ ડોક્યુમેન્‍ટસ ખેડૂત લાભાર્થી પાસે હોવા જોઈએ.

  • ખેડૂતની 7/12 ની જમીનની નકલ
  • આધારકાર્ડની નકલ (Aadhar Card)
  • જો ખેડૂત લાભાર્થી SC/ST જાતિના હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • રેશનકાર્ડની નકલ (Ration Card)
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  • લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
  • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી
  • મોબાઈલ નંબર

અરજી કઇ રીતે કરવી?

પ્લાઉ સહાય યોજનામાં અરજી કરવા માટેના પગલાં આ પ્રમાણે છે :

  • સૌ પ્રથમ Google ખોલીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
  • જ્યાં આઈ ખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ ikhedut.gujarat.gov.in ખોલવી.
  • ikhedut પોર્ટલ ખુલ્યા બાદ “યોજના” લિંક પર ક્લિક કરવું.
  • તેના પર ક્લિક કર્યા બાદ નંબર-1 પર આપેલી “ખેતીવાડી ની યોજના” લિંક પર ક્લિક કરવું.
  • “ખેતીવાડી ની યોજના” પેજ ખુલ્યા બાદ વર્ષ-2023-24 ની કુલ 39 યોજનાઓ તમને જોવા મળશે.
  • અને તેમાં ક્રમ નંબર-9 પાર પ્લાઉ (તમામ પ્રકારના) લિંક પર ક્લિક કરવું.
  • તેમા તમામ પ્રકારના પ્લાઉ માટે સહાય યોજનામાં “અરજી કરો” પર ક્લિક કરીને બીજુ પેજ ખોલવાનું રહેશે.
  • યદિ જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો અને જો તમે રજીસ્ટ્રેશન કરેલુ હોય તો હા અથવા તો ના પર ક્લિક કરવાનુ રહેશે.
  • રજીસ્ટ્રેશન કરેલ ખેડૂત લાભાર્થી ને આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image ભરીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ i-khedut પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ ના હોય તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂત લાભાર્થીએ સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો પર ક્લિક કરવાનુ રહેશે.
  • અરજી કન્‍ફર્મ પહેલા વિગતો સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક તપાસવાની રહેશે. અને એક વાર અરજી કન્‍ફર્મ કર્યા બાદ એપ્લિકેશન નંબર માં કોઈ પણ જાતનો સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ રાખવી.
  • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી પૂર્ણ કર્યા બાદ પોતાની અરજીના આધારે તેની પ્રિ‍ન્‍ટ લઈ છે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment