OTT પર આ દિવસે આવી રહી છે થ્રિલર અને સસ્પેન્સથી ભરપૂર ખતરનાક વેબ સીરિઝ, Video જોઈ રૂંવાડા ઊભા થઈ જશે

વેબ સીરિઝ ‘ધ વિલેજ’નું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. આ સીરિઝમાં થ્રિલર-સસ્પેન્સની સાથે સાથે હોરરથી ભરપૂર છે. આ સીરિઝ ગ્રાફિક નામની નોવેલ પર આધારિત છે.

રોમાંચક અને સસ્પેન્સથી ભરપૂર વેબ સીરિઝ ‘ધ વિલેજ’નું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. સાઉથ સ્ટાર આર્યા આ સીરિઝથી ઓટીટી ડેબ્યૂ કરી રહ્યા છે. આ સીરિઝમાં થ્રિલર-સસ્પેન્સની સાથે સાથે હોરરથી ભરપૂર છે. આ સીરિઝ ગ્રાફિક નામની નોવેલ પર આધારિત છે. અશ્વિન શ્રીવતસંગમ, વિવેક રંગાચારી અને શમિક દાસગુપ્તાએ આ નવલકથા લખી છે. ટ્રેલરની શરૂઆત ત્રણ લોકોના સુખી પરિવારથી થાય છે, જેઓ રોડ ટ્રિપ પર જાય છે. પરિવારજનો ખૂબ જ ઉત્સાહિત છે, પરંતુ તેમની ટ્રિપ ખતરનાક મોડ પર પહોંચી જાય છે.

પરિવાર એક ગામમાંથી પસાર થાય છે ત્યારે તેમની કાર ખરાબ થઈ જાય છે. આર્યા કોઈની પાસે મદદ માંગવા માટે જાય છે. આ ગામમાં આવતા જતા લોકો રહસ્યમય સંજોગોમાં મૃત્યુ પામે છે. ત્યારપછી કેટલાક મ્યુટન્ટ્સ (વિચિત્ર અને ડરામણા દેખાતા) દેખાવા લાગે છે, જેઓ આ તમામ મૃત્યુ માટે જવાબદાર છે. આ દરમિયાન તેમની પત્ની અને પુત્રી કારમાંથી ગુમ થઈ જાય છે.

ગૌતમને ખબર પડે છે કે, આ બધુ મ્યુટન્ટ્સે આ કર્યું છે, તેથી તે કેટલાક ગ્રામજનો સાથે પોતાની એક આર્મી બનાવે છે અને પત્ની તથા દીકરીને શોધવા નીકળે છે. આ દરમિયાન ક્યારેક ડરામણા અને રોમાંચક દ્રશ્યો જોવા મળે છે. ભય અને આતંકના વાતાવરણથી ભરપૂર આ કહાનીમાં ડરામણા જંગલ, ડરામણી ટનલ અને ડરામણા ગામડા જોવા મળે છે.

હિન્દી સહિત અનેક ભાષામાં પ્રાઈમ વિડીયોમાં જોઈ શકશો ‘ધ વિલેજ’
‘ધ વિલેજ’નું તમને આ સીરિઝ જોવા માટે મજબૂર કરી દેશે. ટ્રેલર જોયા પછી દર્શકો આ સીરિઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ સીરિઝ 24 નવેમ્બરે પ્રાઇમ વીડિયો પર અંગ્રેજી સબટાઈટલ સાથે સ્ટ્રીમ થશે. ‘ધ વિલેજ’ સીરિઝ ભારતમાં તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને હિન્દીમાં તથા વિશ્વભરના 240થી વધુ દેશોમાં જોઈ શકાશે.

‘ધ વિલેજ’ કાસ્ટ
બી.એસ. રાધાકૃષ્ણને ‘ધ વિલેજ’ પ્રોડ્યુસ કરી છે. ધીરજ વૈદ્ય, દીપ્તિ ગોવિંદરાજન અને મિલિંદ રાઉએ આ સીરિઝ લખી છે અને ડાયરેક્શન પણ કર્યું છે. આ સીરિઝમાં તમિલ એક્ટર આર્ય લીડ રોલમાં જોવા મળશે. આ સિવાય દિવ્યા પિલ્લઈ, અઝિયા, આડુકલમ નરેન, જ્યોર્જ મય, પીએન સની, મુથુકુમાર કે, કાલૈરાની એસએસ, જોન કોકેન, પૂજા, વી જયપ્રકાશ, અર્જુન ચિદમ્બરમ અને થલાઈવાસલ વિજય પણ મુખ્ય ભૂમિકા ભજવશે.

Leave a Comment