મેજિકલ ગાજર ખાવાનાં અનેક ફાયદાઓ છે, આંખોથી લઈને સ્કિનની રક્ષા કરે છે, ગાજર વજન ઘટાડવું અને બિમારી દૂર રાખવાનાં ગુણ ગાજરમાં છે.
શિયાળાની સીઝનમાં ગાજરનું સેવન કરવું શરીર માટે અત્યંત લાભકારી હોય છે. તે પોષક તત્વોનો ભંડાર છે જેના લીધે આંખો અને સ્કીન જ નહીં પરંતુ વજન પણ ઘટવા લાગે છે.
શિયાળાની ઋતુમાં ફળ-શાકભાજીનું જેટલું થાય તેટલું વધારે સેવન કરવું જોઈએ. આ સીઝનમાં એવા શાક સૌથી વધારે જમવા જોઈએ જેનાથી શરીરને ભરપૂર પોષણ મળે. પોષકતત્વોનો ભંડાર માનવામાં આવતું ગાજર શરીર માટે અત્યંત લાભદાયી છે. વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર ગાજર આંખો અને સ્કીન માટે અસરકારક માનવામાં આવે છે. જો તમે ઓબેસિટી એટલે કે મેદસ્વીતાનો સામનો કરી રહ્યાં છો તો પણ ગાજર તમારી વજન ઊતારવામાં મદદ કરી શકે છે. ગાજર એવા શાકભાજીમાંની એક છે કે જેને કાચી અને પાકી બંને રીતે ખાઈ શકાય છે.
ગાજર ખાવાનાં ફાયદાઓ:
- હેલ્થ એક્સપર્ટસ અનુસાર ગાજરમાં ઓછી કેલેરી હોય છે .જેમાં મિરલ્સ, ફાઈબર સિવાય કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફાસ્ફોરસ, આયરન, સોડિયમ, પોટેશિયમ, કોપર વગેરે હોય છે. વિટામિન એ અને સી પણ ગાજરમાં હોય છે જેના લીધે આંખો ડ્રાય થતી નથી. ગાજરનાં નિયમિત સેવનથી લાંબી ઉંમર સુધી આંખો સ્વસ્થ રહે છે.
- ગાજરમાં રહેલ તત્વો સ્કિન માટે લાભદાયી હોય છે. સ્કિનમાં રહેલા નાના-મોટાં દાગને પણ ગાજર ઠીક કરી શકે છે. ગાજરમાં રહેલ કેરોટીન ઈમ્યૂન સિસ્ટમને મજબૂત કરે છે. પરિણામે સ્કિન ગ્લો થાય છે.
- ગાજરનું નિયમિત સેવન કરવાથી વજન પણ ઘટે છે. તેમાં કેલેરી ઘણી ઓછી હોય છે અને ફાયબર ઘણું વધારે હોય છે. જેથી ગાજર ખાવાથી પેટ ભરેલૂં લાગે છે.
- એવું પણ માનવામાં આવે છે કે ગાજરનું સેવન બ્લડ શુગરને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. જે લોકોમાં વિટામિન એની ઊણપ હોય છે ગાજર તેમનામાં આ વિટામિન સપ્લાય કરે છે. વધુ ફાયબર હોવાને લીધે ગાજર ગ્લૂકોઝને કંટ્રોલમાં રાખે છે. તેથી ડાયાબિટીક વ્યક્તિઓ માટે આ ઘણું લાભદાયી છે.
- ગાજરનો જ્યૂસ નિયમિત પીવાથી બીપી કંટ્રોલમાં રહે છે. તેમાં રહેલ ફાયબર, પોટેશિયમ, નાઈટ્રેટ અને વિટામિન સી બીપી કંટ્રોલ કરવામાં મદદ કરે છે.