Dr. Ambedkar Awas Yojana : ડો.આંબેડકર આવાસ યોજના અંગે જાણકારી મેળવતાં ગુજરાતમાં ઘણાં કુટુંબો ઘર વિહોણા છે અને તેઓને રહેવા માટે પોતાનું પાક્કું મકાન નથી. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જાતીના લોકોને માટે આંબેડકર આવાસ યોજના અંતર્ગત ઘર બનાવા માટે ₹1,20,000 ની સહાય આપવામાં આવે છે. ત્રણ હપ્તામાં આપવામાં આવતી હોય છે. તો ચાલો આપડે આ લેખમાં જાણીશું કે શું છે આ યોજનાનો મુખ્ય હેતુ ?, શું છે આ આવાસ યોજના અંગેના નિયમો અને શું છે એની શરતો ? કોણ કરી આ મકાન સહાય માટે અરજી, અરજી કરવા માટે કયા ક્યા ડોક્યુમેન્ટ જોઇશે, કેવીરીતે કરશો ઓનલાઇન અરજી, અરજી કરવા માટેની વેબસાઇટ વગેરે વિશે જાણીશું,
Dr. Ambedkar Awas Yojana – ડો.આંબેડકર આવાસ યોજના
યોજનાનું નામ | ડો.આંબેડકર આવાસ યોજના |
આર્ટિકલ યોજનાની ભાષા | ગુજરાતી અને English |
ડો.આંબેડકર આવાસ યોજનાનો મુખ્ય હેતું | અનુસૂચિત જાતિ (SC) જ્ઞાતિના ઘર વિહોણા, ખુલ્લો પ્લોટ ધરાવતા અથવા રહેવા લાયક મકાન ન હોય એમને આવાસ યોજના અંતર્ગત સહાય પૂરું પાડવાનો હેતું. |
આ યોજના હેઠળ કોને લાભ મળશે / લાભાર્થી | ગુજરાતના અનુસુચિત જાતિ (SC) જ્ઞાતિઓ નાગરિકોને |
ડો.આંબેડકર આવાસ યોજના હેઠળ મળવાપાત્ર સહાય | આંબેડકર આવાસ યોજના હેઠળ કુલ ત્રણ હપ્તામાં રૂ. 1,20,000/- ની સહાય આપવામાં આવે છે. તથા અન્ય બે યોજનાનાં લાભ પણ મળે છે. |
ડો.આંબેડકર આવાસ યોજના ઓફિશિયલ વેબસાઇટ | https://esamajkalyan.gujarat.gov.in/ |
યોજનાઓ અંગે વધુ માહીતી માટે | અહીં ક્લિક કરો |
ડો.આંબેડકર આવાસ યોજનાનો મુખ્ય હેતુ શું છે ?
Dr. Ambedkar Awas Yojana નો મુખ્ય હેતું શું છે તો ચાલો આપડે જાણીએ આ આંબેડકર આવસ યોજના હેઠળ અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતી ધરાવતાં અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘરવિહોણા લોકોને સમયબદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસો પૂરા પાડવાનો છે. જે વ્યક્તિઓ ખુલ્લો પ્લોટ ધરાવતા હોય, તદ્દન કાચું ગાર માટીનું, ઘાસપૂળાનું, કુબા ટાઈપનું મકાન કે જે રહેઠાણ યોગ્ય ન હોય તેવું મકાન ધરાવનાર તથા મકાનની માલિકની સંમતિથી પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે ₹.૧,૨૦,૦૦૦ ત્રણ હપ્તામાં સહાય ચુકવવામાં આવે છે. o તે પૈકી પ્રથમ હપ્તો – ₹.૪૦,૦૦૦ (વહીવટી મંજૂરીના હુકમ સાથે), o બીજો હપ્તો–₹.૬૦,૦૦૦ (લીન્ટલ લેવલે પહોંચ્યા બાદ) અને o ત્રીજો હપ્તો – ₹.૨૦,૦૦૦ (શૌચાલય સહિતનું બાંધકામ પૂર્ણ થયેથી) આપવામાં આવે છે.
ડૉ.આંબેડકર આવાસ યોજના હેઠળ મળવપાત્ર લાભો ?
Dr. Ambedkar Awas Yojana હેઠળ મળવા પાત્ર લાભ વિશે જાણીએ તો મિત્રો ડૉ.આંબેડકર આવાસ યોજના હેઠળ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આંબેડકર આવાસ યોજનાઓ હેઠળ મકાન બાંધવા માટે આ આવાસ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ ડૉ.આંબેડકર આવાસ યોજના હેઠળ પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે કુલ ત્રણ હપ્તામાં 1,20,000/- ની સહાય આપવામા આવે છે.
- આ ડૉ.આંબેડકર આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને પ્રથમ હપ્તામાં રૂ. 40,000/- સહાય બેંન્ક ખાતામાં આપવામાં આવે છે.
- Dr Ambedkar Awas Yojana ના બીજા હપ્તા પેટે રૂપિયા 60,000/- લાભ મળવાપાત્ર થાય છે.
- ડૉ.આંબેડકર આવાસ હેઠળ ત્રીજા હપ્તા પેટે રૂપિયા 20,000/- મળવાપાત્ર થાય છે.
- ડૉ.આંબેડકર આવાસ સહાય સિવાય લાભાર્થી મહાત્મા ગાંધી નરેગા(MGNREGA) નો લાભ પણ મેળવી શકે છે.
- લાભાર્થીએ MGNREGA હેઠળ આવાસ બાંધકામ માટે 90 દિવસની બિનકુશળ રોજગારી મેળવી શકે છે. જેમાં કુલ- રૂપિયા 17910/- ની સહાય તાલુકા પંચાયત નરેગા બ્રાન્ચ તરફથી મેળવી શકે છે.
- સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ શૌચાલય માટે કુલ રૂપિયા 12,000/- ની સહાય આંબેડકર આવસ યોજનાના લાભાર્થીઓ મેળવી શકાશે.
- શૌચાલય યોજનાનો લાભ મેળવવા માટે ગ્રામ્ય વિસ્તારના નાગરિકો લોકોઓએ તાલુકા પંચાયતની તથા શહેરી વિસ્તારમાં નગરપાલિકા/મહાનગરપાલિકા તરફથી મેળવી શકશે.
ડૉ.આંબેડકર આવાસ યોજના પાત્રતાના માપદંડો
- આ યોજના હેઠળ લાભ મેળવતાં લાભાર્થી ફક્ત અનુ.જાતિના અને ઘરવિહોણા હોવા જોઇએ
- લાભાર્થી પાસે પોતાની માલીકીનો પ્લોટ અથવા રહેવાલાયક ન હોય તેવું કાચુંગારમાટીનું / ઘાસ પૂળાનું / કુબા ટાઈપનું / જર્જરિત મકાન હોવું જોઇએ
- અનુસૂચિત જાતિના લાભાર્થી પોતાનું મકાન બનાવવા માટે જે વ્યકિતના નામે હાલ ભોંયતળીયે મકાન હોય તેના પ્રથમ માળ ઉપર તેના પુખ્ત વયના પુત્રો અથવા ભાઈ જમીન / મકાન માલિકની સંમતિથી ઉપરના માળે મકાન બાંધે તો તેને પણ આ યોજના હેઠળ લાભ આપી શકાશે.
- લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટૃંબના સભ્યો દ્વારા સરકારશ્રી દ્વારા અમલિત અન્ય કોઈપણ આવાસ યોજના હેઠળ લાભ લીધેલ ન હોવો જોઈએ.
- ડૉ.આંબેડકર આવાસ યોજના હેઠળ મળેલ સહાયથી મકાનનું સંપૂર્ણ બાંધકામ પૂર્ણ થાય નહી તેથી બાકીની રકમ લાભાર્થીને પોતે ઉમેરીને મકાન બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે.
- શૌચાલય માટે જેમને રૂ.૧૨,૦૦૦/- ની સહાય મળવાપાત્ર હોય તેમને અલગથી તે યોજનાના નિયમો પ્રમાણે મળવાપાત્ર થશે. પરંતુ, જો લાભાર્થીને શૌચાલય માટે સહાય ન મળવાપાત્ર હોય તો તેમણે ફરજિયાત રૂ.૧,૨૦,૦૦૦/- ની સહાયમાંથી શૌચાલય બનાવવાનું રહેશે.
- ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક રૂ।.૬,૦૦,૦૦૦ થી વધુ ન હોવી જોઇએે.
- શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક રૂ।.૬,૦૦,૦૦૦ થી વધુ ન હોવી જોઇએ.
- ગ્રામ્ય વિસ્તારમાં રૂ।.૭,૦૦,૦૦૦/- નો વધુમાં વધુ મકાનમાં ખર્ચ કરી શકાશે.
- શહેરી વિસ્તારમાં રૂ।.૧૦,૦૦,૦૦૦/- વધુમાં વધુ મકાનમાં ખર્ચ કરી શકાશે.
- ડૉ.આંબેડકરઆવાસયોજના હેઠળ લાભ મેળવવા માટે https://esamajkalyan.gujarat.gov.inઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ડૉ.આંબેડકર આવાસ યોજના અંગેના નિયમો અને શું છે એની શરતો ?
- Dr. Ambedkar Awas Yojana ના શું છે નિયમો અને શું છે શરતો અને એની પાત્રતા તો ચાલો મિત્રો જાણીએ આ આંબેડકર આવાસ યોજનામાં લાભ લેનાર લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટૃંબના સભ્યો દ્વારા સરકારશ્રી દ્વારા અમલિત અન્ય કોઈપણ આવાસ યોજના હેઠળ લાભ લીધેલ ન હોવો જોઈએ.
- ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક ₹.600,000 અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક ₹.600,000 થી વધુ ન હોવી જોઇએ.
- મકાનની સહાયની રકમ ₹.૧,૨૦,૦૦૦ રહેશે. વધુમાં શૌચાલય માટે જેમને ₹.૧૨,૦૦૦ ની સહાય મળવાપાત્ર હોય તેમને અલગથી તે યોજનાના નિયમો પ્રમાણે મળવાપાત્ર થશે. પરંતુ, જો લાભાર્થીને શૌચાલય માટે સહાય ન મળવાપાત્ર હોય તો તેમણે ફરજિયાત ₹.૧,૨૦,૦૦૦ ની સહાયમાંથી શૌચાલય બનાવવાનું રહેશે.
- આ યોજના હેઠળ બનેલ મકાન ઉપર લાભાર્થીએ “રાજ્ય સરકારની આંબેડકર આવાસ યોજના” એ મુજબની તક્તી લગાવવાની રહેશે.
- મકાન બાંધકામની ટોચ મર્યાદા શહેરી વિસ્તાર માટે ₹.૧૦,૦૦,૦૦૦ અને ગ્રામ્ય વિસ્તારમાં ₹.૭,૦૦,૦૦૦ ની રહેશે. શહેરી વિસ્તારમાં Affordable Housing Scheme હેઠળ આપવામાં આવતી સહાયમાં ઉપરની ટોચ મર્યાદા લાગુ પડશે નહી
- મકાન સહાયના પ્રથમ હપ્તાની ચૂકવણી કર્યેથી ૨ વર્ષમાં મકાન બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે.
- લાભાર્થીની ઉંમર ઓછામાં ઓછી ૨૧ વર્ષ રહેશે.
ડો.આંબેડકર આવાસ યોજના હેઠળ નીચે મુજબ સહાયની રકમ મળવા પાત્ર થાય.
ડો.આંબેડકર આવાસ યોજના પ્રથમ હપ્તો | 40,000/- (વહીવટી મંજૂરીના હુકમ સાથે) |
ડો.આંબેડકર આવાસ યોજના બીજો હપ્તો | 60,000/- (લીન્ટલ લેવલે પહોંચ્યા બાદ) |
ડો.આંબેડકર આવાસ યોજના ત્રીજો હપ્તો | 20,000/- |
ડો.આંબેડકર આવાસ યોજના કુલ સહાય કેટલી મળે | 1,20,000/- |
ડો.આંબેડકર આવાસ યોજના હેઠળ રજુ કરવાના ડોક્યુમેન્ટ
- અરજદારનું આધાર કાર્ડ
- અરજદારનું રેશનકાર્ડ
- અરજદારની જાતિ/પેટા જાતિ નો દાખલો
- અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
- જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/અકારની પત્રક/હક પત્રક/સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )
- બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
- પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
- જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રીશ્રી)ની સહીવાળી
- ચૂંટણી ઓળખપત્ર
- મકાન બાંધકામ ચિઠ્ઠી
- સ્વ-ઘોષણા પત્ર(Self Declarition)
- જે જગ્યાએ મકાન બાંધકામ કરવાનું હોય તે ખુલ્લો પ્લોટ/જર્જરીત મકાનનો ફોટો
આંબેડકર આવાસ યોજનાનો લાભ લેવા માટે કેવી રીતે કરશો અરજી ?
- સૌપ્રથમ ફોર્મ ભરવા માટે https://esamajkalyan.gujarat.gov.in વેબસાઈટ ખોલો.
- ત્યાર પછી “New Registration” પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવવાનું છે.
- બધી જ માહિતી ભરીને સબમીટ કરી દેવાનું છે.
- ત્યાર પછી તમારા મોબાઈલ માં Id અને પાસવર્ડ આવશે તેનાથી લોગીન કરવાનું રહેશે.
- લોગીન કર્યા પછી બધી યોજનાઓ ખુલશે તેમાંથી આંબેડકર આવાસ યોજના પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર પછી તમારી બધી માહિતી ભરવાની રહેશે.
- માહિતી ભર્યા પછી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
- ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી લાસ્ટ માં અરજી સેવ કરી લેવાની રહેશે.
- અરજી સેવ કર્યા પછી અરજી સબમિટ કરવાની છે.
- અરજી સબમિટ કરશો એટલે તમારા મોબાઈલ માં અરજી નંબર આવી જશે.
- ત્યાર પછી અરજીની પ્રિન્ટ કરી લેવાની રહેશે.
આંબેડકર આવાસ યોજનાનો અરજી કરવા તથા વિગતે માહીતી માટેની ઓફિશિયલ વેબસાઈટ
ડૉ.આંબેડકર આવાસ યોજના ફોર્મ ભરવા માટેની લિંક માટે | અહીં ક્લિક કરો |
ડૉ.આંબેડકર આવાસ યોજના અરજી પત્રક ડાઉનલોડ કરો | અરજી પત્રક |
ડૉ.આંબેડકર આવાસ યોજના અરજીનું સ્ટેટ્સ જાણવા માટે | અહીં ક્લિક કરો |
અરજી ફોર્મ ભરવા મદદ માટે તથા હેલ્પલાઇન માટે (Help Manual) | અહીં ક્લિક કરો |
ગૃહ નિર્માણ માટે વ્યકિતગત ધોરણે નાણાંકીય સહાય (ડૉ. આંબેડકર આવાસ યોજના) વિશે | અહીં ક્લિક કરો |