Join Whatsapp Group

Join Telegram Group

ભારતની બંધારણ સભા | Bharatni Bandharan Sabha

ભારતની બંધારણ સભા | Bharatni Bandharan Sabha: ભારતમાં સામ્યવાદી ચળવળના પ્રણેતા અને કટ્ટર લોકશાહીના હિમાયતી એમ. એન. રોય દ્વારા ૧૯૩૪માં બંધારણ સભા માટેનો વિચાર રજૂ કરવામાં આવ્યો હતો. ૧૯૩૫માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે બંધારણ સભાના ગઠન માટે સત્તાવાર માંગ કરી હતી.

ભારતની બંધારણ સભા

> બંધારણ સભા રચવાની સૌપ્રથમ માંગ ઇ.સ 1934માં કોંગ્રેસ કારોબારી દ્વારા કરવામાં આવી.
> કોંગ્રેસ દ્વારા માંગણી મૂકવામાં આવી કે ભારતના વયસ્ક મતદારોના મતાધિકારના આધારે ચૂંટાયેલા સભ્યોની બંધારણ સભા રચવામાં આવે.

બ્રિટન દ્વારા બંધારણસભાની માંગણીનો સ્વીકાર

> ઇ.સ 1942માં ક્રિપ્સ મિશન દ્વારા ભારતીયોની બનેલ બંધારણ સભાની માંગ બ્રિટેન સરકારે સ્વીકારી,
> ઇ.સ 1945માં ઇંગ્લેન્ડમાં લેબરપાર્ટીની સત્તા પર આવતા 19 સપ્ટેબર 1945ના રોજ વાઇસરોય લોર્ડ વેવેલે બંધારણસભા રચવાની જાહેરાત કરી.
> ઈ.સ 1946ના રોજ કેબિનેટ મિશન દ્વારા બંધારણ સભાની રચના કરવામાં આવી.

બંધારણ સભાની બેઠકો

  • બંધારણ સભામાં 10 લાખની વસ્તીએ એક સભ્ય રખવાનું નક્કી થયું.

 નીચે મુજબ બેઠકની વહેંચણી કરવામાં આવી.

બ્રિટિશ શાસિત પ્રાંતમાંથી 292 સભ્યો
દેશી રજવાડામાંથી 93 સભ્યો
કમિશ્નર પ્રાંત (કેન્દ્રશાસિત પ્રદેશ) 4 સભ્યો
કુલ 389

બંધારણ સભાના સદસ્યો માટેની ચૂંટણી

  • પ્રાંતિય વિધાનસભાઓમાં પ્રત્યેક સમુદાયના સભ્યો દ્વારા પોતાના પ્રતિનિધિઓની ચૂંટણી સમતુલ્યતાના સિદ્ધાંત મુજબ તથા એકલ સંક્રમણીય મત પદ્ધતિ દ્વારા કરવામાં આવી હતી.
  • જ્યારે દેશી રજવાડાઓમાં રાજવીઓની સલાહ દ્વારા પ્રતિનિધિની પસંદગી કરવામાં આવી હતી.
  • ભારત પાકિસ્તાનના વિભાજન બાદ બંધારણ સભાની સભ્ય સંખ્યા
  • વિભાજન બાદ ભારતની બંધારણ સભાની સભ્ય સંખ્યા 389 માથી 299 થઈ હતી.
  • જેમાં બ્રિટન દ્વારા શાસિત પ્રાંતના સભ્યો : 229
  •  દેશી રજવાડા : 70
  •  બંધારણસભામાં સૌથી વધુ સભ્યો ધરાવતો બ્રિટિશ પ્રાંત: સંયુક્ત પ્રાંત 55 સભ્યો
  •  બંધારણસભામાં સૌથી વધુ સભ્ય ધરાવતું દેશી રજવાડું: મૈસુર 7 સભ્યો
  1. બંધારણ સભાની સભ્યતા અસ્વીકાર કરવાવાળી વ્યક્તિ: તેજ બહાદુર સપ્રુ જયપ્રકાશ નારાયણ
  2. 26 નવેમ્બર, 1949સના રોજ બંધારણ ઉપર 299 માંથી 284 સભ્યોએ પોતાના હસ્તાક્ષર કર્યા

Leave a Comment