શ્રીલંકા, થાઇલેન્ડ બાદ વધુ એક દેશે ભારતીયો માટે કરી વિઝા ફ્રી એન્ટ્રી, 30 દિવસ સુધી મળશે મફતમાં ફરવાનો મોકો

મલેશિયાએ રવિવારે જાહેરાત કરી છે કે હવે ભારતના લોકોને 30 દિવસ માટે વિઝા ફ્રી ટ્રાવેલ આપવામાં આવશે.આનો અર્થ એ થયો કે કોઈપણ ભારતીયને 30 દિવસ સુધી મલેશિયા જવા માટે વિઝાની જરૂર પડશે નહીં. વડા પ્રધાન અનવર ઈબ્રાહિમે કહ્યું કે ભારતના લોકો પર એ જ નિયમો લાગુ થશે જે રીતે ચીનના નાગરિકોને લાગુ પડે છે.

શ્રીલંકા અને થાઈલેન્ડ પછી મલેશિયા ત્રીજો એશિયાઈ દેશ છે જેણે ભારતના નાગરિકોને વિઝા ફ્રી ટ્રાવેલની સુવિધા આપી, એટલે કે હવે કોઈપણ ભારતીયને 30 દિવસ સુધી મલેશિયા જવા માટે વિઝાની જરૂર પડશે નહીં.

જણાવી દઈએ કે શ્રીલંકા અને થાઈલેન્ડ પછી મલેશિયા ત્રીજો એશિયાઈ દેશ છે જેણે ભારતના નાગરિકોને વિઝા ફ્રી ટ્રાવેલની સુવિધા આપી છે. આ પહેલા મલેશિયાએ સાઉદી અરેબિયા, બહેરીન, કુવૈત, યુએઈ, ઈરાન, તુર્કી અને જોર્ડનને આ સુવિધા આપી હતી. નોંધનીય બાબત એ છે કે આ બધા મુસ્લિમ દેશો છે.

વડાપ્રધાને એમ પણ કહ્યું હતું કે ભારતીય અને ચીનના નાગરિકોને સુરક્ષા મંજૂરી પછી જ વિઝા મુક્તિ મળશે.જે લોકોનો ગુનાહિત રેકોર્ડ હોય અથવા હિંસાનો ડર હોય તેમને વિઝા ફ્રી એન્ટ્રી આપવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે ગૃહમંત્રી સૈફુદ્દીન ઈસ્માઈલ વિઝા ફ્રી એન્ટ્રી અને છૂટ અંગેની વિગતો જાહેર કરશે.મહત્વનું છે કે ચીને પણ મલેશિયા માટે વિઝા ફ્રી પોલિસીની જાહેરાત કરી છે.જો કે, તે 1 ડિસેમ્બર, 2023 થી 30 નવેમ્બર, 2024 સુધી જ લાગુ થશે.

મલેશિયા દ્વારા ભારત સાથેના સંબંધોને લઈને પણ મોટી વાત કહેવામાં આવી છે. મલેશિયાના વડાપ્રધાને કહ્યું કે દરેક મોરચે ભારતનો સહયોગ જરૂરી છે. ASEAN-ઈન્ડિયા મીડિયા એક્સચેન્જ પ્રોગ્રામ દરમિયાન, મલેશિયામાં ભારતના હાઈ કમિશનર બીએન રેડ્ડીએ કહ્યું કે મલેશિયા સાથેના સંબંધો ખૂબ જ મજબૂત રહ્યા છે. બંને દેશોએ સકારાત્મક દિશામાં આગળ વધવાની જરૂર છે. બંને દેશો વચ્ચેના રાજકીય સંબંધોને 65 વર્ષ પૂર્ણ થયા છે. 2015માં વડાપ્રધાનનરેન્દ્ર મોદીની મલેશિયાની મુલાકાત બાદ બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા છે.

નોંધનીય છે કે ભારત અને ચીનના નાગરિકોને 1 ડિસેમ્બરથી મલેશિયામાં ફ્રી એન્ટ્રી મળશે. મલેશિયા આર્થિક વિકાસને ટેકો આપવા અને પ્રવાસન વધારવા માટે આ પગલું ઉઠાવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિયેતનામ ભારતના લોકો માટે વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત પણ કરી શકે છે. હાલમાં તેણે જર્મની, ફ્રાન્સ, ઇટાલી, સ્પેન, ડેનમાર્ક, સ્વીડન અને ફિનલેન્ડ માટે તેની જાહેરાત કરી છે.

Leave a Comment