શું તમે દિવસની શરૂઆત ચા-કોફી કે જ્યૂસથી કરો છો? તાત્કાલિક થઈ જજો સાવધાન, શરીરને ખોખલું કરી નાંખશે

Health news: હેલ્થના એક્સપર્ટ લવનીત બત્રાએ તેના ઈન્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જે વીડિયોમાં જણાવ્યું છે કે, દિવસની શરૂઆતમાં ચાય કોફી અને ફળોનો જ્યુસ પીવાથી ગંભીર નુકસાન થાય છે.

વધતી બિમારીઓ વચ્ચે લોકો તેમના શરીરનું વધુ ધ્યાન રાખે છે. જેમાં ખાસ કરીને ડાઈટ પર તો ખાસ ધ્યાન આપે છે. જેમાં ઘણી કતે આપણને જાણકારીના અભાવે આપણે એવું કરી બેસીએ કે, જે શરીરમાં ફાયદાની જગ્યાએ નુકસાન કરે છે. શરીરને સ્વસ્થ રાખવા માટે મોટા ભાગના લોકો દિવસની શરૂઆત જ્યુસ પીવાની સાથે કરે છે. જો કે, હેલ્થ એક્સપર્ટોનું માનવું છે કે, તમારી આ આદત તમારા શરીરમાં ફાયદો કરવાની જગ્યાએ નુકસાન પહોંચાડે છે. અત્રે જણાવીએ કે, હેલ્થના એક્સપર્ટ લવનીત બત્રાએ તેના ઈન્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જે વીડિયોમાં જણાવ્યું છે કે, દિવસની શરૂઆતમાં ચાય કોફી અને ફળોનો જ્યુસ પીવાથી ગંભીર નુકસાન થાય છે. જાણો જાણીએ.

કેવી રીતે નુકસાન થાય છે?
લવનીત બન્નાના જણાવ્યા અનુસાર ચાય અને કોફીમાં કૈફીન હોય છે. બ્રિટિશ જર્નલ ઓફ ન્યૂટ્રિશનની એક રિપોર્ટ મુજબ સવારના પહોરમાં થોડી માત્રામાં પણ કેફિનનું સેવન એ બ્લડ શુગર લેવલને 50 ટકા વધારી શકે છે, જે સીધી ભાષામાં કઈએ તો નુકસાન કારક છે. જેમાં ખાસ કરીને ભૂખ્યા પેટે તેનું સેવન ખૂબ જ નુકસાન કારક છે. જો તમે ડાયાબિટીશ પીડિત છો. તો ભૂલીને પણ સવારમાં ચાય અથવા કોફી ન પીવો.

જ્યુસથી કેવી રીતે નુકસાન?
જ્યુસ મામલે લવનીત બન્નાએ જણાવ્યું હતું કે, ફળોમાંથી જ્યુસ નીકાળવાથી ફાઈબર નષ્ટ થઈ જાય છે. સાથો સાથ તે જ્યુસમાં અલગથી ખાંડ ઉમેરવાથી પણ ખૂબ મોટું નુકસાન થાય છે. જે તમારો બ્લડ શુગર સ્તર ખરાબ કરી શકે છે. ખાલી પેટે જ્યુસ પીવાથી શરીર માટે હાનીકારક છે.

Leave a Comment