કૂવરબાઈનું મામેરું યોજના 2024 : ગુજરાત સરકાર દ્વારા વિવિધ વિભાગો કાર્યરત છે. દરેક વિભાગ દ્વારા અલગ-અલગ કામગીરીમાં કરવામાં આવે છે. ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા વિવિધ સરકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજનાઓ E Samaj Kalyan Portal પર ચલાવવામાં આવે છે. ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર માનવ ગરિમા યોજના, વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ લોન, ડૉ.આંબેડકર આવાસ યોજના, કુંવરબાઈનું મામેરું યોજના વગેરે યોજનાઓ ચાલે છે. આ આર્ટિકલ દ્વારા કુંવરબાઈનું મામેરું યોજના 2023 વિશે વિગતવાર વાત કરીશું. Kuvarbai Nu MameruYojana Online Form કેવી રીતે ભરવું તેની માહિતી મેળવીશું.
કૂવરબાઈનું મામેરું યોજના 2024
ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારોની દિકરીઓના કલ્યાણ માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ ચાલે છે. જેમાં કુંવરબાઈનું મામેરું યોજનાનો સમાવેશ થાય છે. આ લગ્ન સહાય યોજના દ્વારા ગરીબ પરિવારોને સિધી આર્થિક રીતે મદદરૂપ થવાના ઉદ્દેશ રહેલો છે. લગ્ન કરેલી દીકરીઓને DBT (Direct Benefit Transfer) દ્વારા સીધી એમના બેંક ખાતામાં સહાય ચૂકવાય છે. કુંવરબાઈનું મામેરું યોજના એસ.સી વર્ગની કન્યાઓને, ઓ.બી.સી વર્ગની દીકરીઓને તથા આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્નકર્યા પછી લાભ આપવામાં આવે છે. આ યોજનામાં લાભાર્થી દીકરી દીઠ રૂપિયા 12000/- રૂપિયા જમા કરવામાં આવે છે.
કૂવરબાઈનું મામેરું યોજના 2024 – હાઈલાઈટ્સ
યોજનાનું નામ | Gujarat Kuvarbai nu Mameru Yojana 2023 |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો હેતુ | રાજ્યમાં જરૂરિયાતમંદ દીકરીઓને લગ્ન બાદ નાણાંકીય આપવામાં આવે છે. |
લાભાર્થી | ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવી કન્યાઓ |
અરજીનો પ્રકાર | Online |
સત્તાવાર વેબસાઇટ | https://esamajkalyan.gujarat.gov.in/ |
કૂવરબાઈનું મામેરું યોજનાનો ઉદેશ્ય
- અનુસૂચિત જાતિની અને જનજાતિ ની ગરીબ વર્ગ ની કન્યા ના લગ્ન થયા પછી તેને નાણાકીય સહાય આપવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે.
- અનુસૂચિત જાતિની અને જનજાતિ ની પુખ્ત વયની બે કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઇના મામેરાની યોજના હેઠળ (તા. ૧/૪/૨૦૨૧ પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ રૂ.૧૨૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે જયારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જુના દર મુજબ રૂ.૧૦૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે.
આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા
કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ માટે Social Justice & Empowerment Department –SJED દ્વારા પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.
- લાભાર્થી ગુજરાત રાજ્યનો મૂળ વતની હોવો જોઈએ.
- અરજદાર આર્થિક રીતે નબળા પરિવાર હોવો જોઈએ.
- એક પરિવારમાં 2 પુખ્તવયની દિકરીના લગ્ન માટે kuvarbai nu mameru yojana Gujarat નો લાભ મળશે.
- લાભાર્થીના પુન:લગ્નના કિસ્સામાં આ યોજના મળશે. વિધવા પુન:લગ્નના કિસ્સામાં પણ આ યોજનાનો લાભ મળશે.
- કન્યાના લગ્ન બાદ 2 વર્ષની સમય મર્યાદામાં Kuvarbai Nu Mameru Form Online Apply કરવાનું રહેશે.
- સાત ફેરા સમૂહલગ્ન આયોજિત કાર્યક્ર્મમાં ભાગ લેનાર દીકરીઓને કુંવરબાઈનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થાય.
- સમાજના તથા અન્ય સમૂહલગ્નમાં ભાગ લેનાર લાભાર્થી કન્યાને સાત ફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઈનું મામેરૂ યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બન્ને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહેશે.
કૂવરબાઈનું મામેરું યોજનામાં મળવાપાત્ર લાભ
ગુજરાત રાજ્યમાં આર્થિક રીતે નબળા પરિવારની દીકરી લગ્ન કરે તો તેને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ કન્યાના બેંક ખાતામાં સીધા DBT (Direct Benefit Transfer) મારફતે અગાઉ 10,000/- (દસ હજાર રૂપિયા) સહાય ચૂકવવામાં આવતી હતી. જે સહાયની રકમમાં સુધારો કરેલ છે.
- જે કન્યાઓએ તા-01/04/2021 પછી લગ્ન કરેલ હોય તો તેવા દંપતીને Kuvarbai Mameru Yojana હેઠળ 12,000/- (બાર હજાર) રૂપિયા મળશે.
- જે કન્યાઓએ તા-01/04/2021 પહેલાં લગ્ન કરેલ દંપતીઓને જૂના ઠરાવ પ્રમાણે 10,000/- (દસ હજાર) રૂપિયા મળવાપાત્ર રહેશે.
આ યોજનામાં અરજી કરવા માટેના દસ્તાવેજો
કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ લેવા માટે કયા પુરાવા રજૂ કરવા પડે છે ? તેનું લિસ્ટ નીચે મુજબ છે.
- કન્યાનું આધાર કાર્ડ
- કન્યાનું ચૂંટણીકાર્ડ
- કન્યાના પિતા/વાલીનું આધાર કાર્ડ
- કન્યા નો જાતિનો દાખલો
- યુવક નો જાતિનો દાખલો (જો હોય તો)
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ ડ્રાઇવિંગ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
- કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો
- કન્યાની જન્મ તારીખનો આધાર (L.C. / જન્મ તારીખનો દાખલો / અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
- યુવકની જન્મ તારીખનો આધાર (L.C. / જન્મ તારીખનો દાખલો / અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
- લગ્ન નોંધણી પ્રમાણપત્ર (મેરેજ સર્ટિફિકેટ)
- બઁક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે)
- કન્યાના પિતા/વાલીનું એકરારનામું
- કન્યાના પિતા/વાલીનું બાંહેધરીપત્રક
- જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો
અરજી કઈ રીતે કરવી?
કુંવરબાઈનું મામેરું યોજના સરકારી યોજના માટે અરજી તમે સમાજ કલ્યાણ ની વેબસાઈટ પર જઈ ને કરી શકો છો.
- સૌપ્રથમ તમારે તેમાં રજિસ્ટ્રેશન કરવું પડશે અને id અને Password તમારા ઇમેઇલ આઇડી માં મોકલવામાં આવશે.
- રજિસ્ટ્રેશન કર્યા પછી એ આઇડી પાસવર્ડ થી તમારે તેમાં લોગીન કરવાનું રહેશે.
- અને ત્યાર બાદ તમારે કુંવરબાઈ નું મામેરું યોજના પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ તમારે તેમાં બધી વિગતો ભરવાની રહેશે.
- ત્યાર બાદ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવામાં રહેશે.
- એકરાર નામુ ડાઉનલોડ કરી ને તેમાં વિગતો ભરવાની રહેશે અને તેને અપલોડ કરવાનું રહેશે.
મહત્વપૂર્ણ લિન્ક
સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |