Join Whatsapp Group

Join Telegram Group

વોટ્સએપ પર આવી રહ્યું છે નવુ ફિચર્સ,તારીખથી સર્ચ કરી શકાશે મેસેજ

આજે ભાગ્યે જ કોઈ એવો વ્યક્તિ તમને મળશે જેના મોબાઈલમાં તમને વોટસએપ જોવા નહિ મળે. ટેકનોલોજીની દુનિયામાં ધણા મેસેજીંગ એપ જોવા મળે છે.જેમાંથી વોટ્સએપ તેના ફિચર્સને કારણે સૌથી અલગ ઉભરી આવ્યું છે.ચાલો જાણીએ કે હવે વોટ્સએપમાં ક્યું નવું અપડેટ આવશે.

વોટ્સએપ પર જૂના મેસેજ સર્ચ કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.આ સમસ્યાને દૂર કરવા માટે વોટ્સએપે હવે એક નવા ફીચર પર કામ કરવાનું શરૂ કરી દીધું છે.

વોટ્સએપનાં આ નવા ફીચરની રજૂઆત બાદ કોઈપણ મેસેજને તારીખ પ્રમાણે સર્ચ કરી શકાશે

wabetainfo એ નવા ફીચરનો સ્ક્રીનશોટ શેયર કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે વેબ વર્ઝન પર તારીખ પ્રમાણે મેસેજ સર્ચ કરવાનો વિકલ્પ દેખાઈ રહ્યો છે. આ નવું ફીચર બીટા ટેસ્ટિંગ બાદ બહાર પાડવામાં આવશે.

WhatsAppના આ ફીચરનું હાલમાં WhatsApp વેબના બીટા વર્ઝન પર પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. Wabetainfo એ X પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે. નવા ફીચરને WhatsApp બીટા વર્ઝન 2.2348.50 પર જોઈ શકાય છે.

તમને જણાવી દઈએ કે વોટ્સએપે હાલમાં જ 32 યુઝર્સ સાથે વીડિયો કોલિંગનો વિકલ્પ બહાર પાડ્યો છે. અગાઉ, ગ્રુપ વીડિયો કોલમાં 15 સભ્યોનો વિકલ્પ હતો. નવી સુવિધા હાલમાં iOS યુઝર્સ માટે રજૂ કરવામાં આવી છે. એન્ડ્રોઇડ યુઝર્સે રાહ જોવી પડશે.

વધુ માહિતી માટેની લિંક અહીં ક્લિક કરો

Leave a Comment