Pradhan Mantri Jandhan Yojana 2023: પ્રધાન મંત્રી જનધન યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી છે. આ યોજનાનો આરંભ 28 ઓગસ્ટ 2014 થયો હતો. આ યોજના (PMJDY) ભારત સરકારની નાણાકીય યોજના છે. જેનો હેતુ, નાણાકીય સેવાઓ જેમ કે, બેંક ખાતાઓ, ચૂકવણીઓ, ઉધાર, વીમા અને પેન્શન વગેરે સામાન્ય લોકો માટે સરળ બનાવવાનો છે. આ યોજનાનો પારભ શ્રી નરેન્દ્રભાઈ મોદી એ કર્યો હતો. આ યોજનાનો ઉદ્દેશ્ય દેશના બધા પરિવારોને બેંક સુવિધા સાથે જોડવાનો છે.
Pradhan Mantri Jandhan Yojana 2023:
યોજનાનું નામ | પ્રધાનમંત્રી જન ધન યોજના |
ખાતું કઈ રીતે ખોલાવવું | દરેક વ્યક્તિ પોતાનું ખાતું ઝીરો બેલેન્સ સાથે ખોલાવી શકે છે |
યોજનાનો હેતુ | અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગના પરિવારોને બેંક સુવિધા સાથે જોડવામાં આવશે. |
દુર્ધટના વીમા સહાય | રૂ.1,00,000 આપવામાં આવે છે |
પ્રધાનમંત્રી જનધન યોજના:
પ્રધાનમંત્રી જનધન યોજના આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગના પરિવારોને બેંક સુવિધા સાથે જોડવામાં આવશે. આ યોજના બે ચરણોમાં અમલી બની. જેમાં પ્રથમ ચરણ 15 ઓગસ્ટ, 2014થી 14 ઓગસ્ટ,2015 સુધી અને બીજું ચરણ 15 ઓગસ્ટ,2015 થી 14 ઓગસ્ટ 2018 સુધી રહેસે.
પ્રધાનમંત્રી જનધન યોજનાનો લાભ:
પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ દરેક વ્યક્તિ પોતાનું ખાતું ઝીરો બેલેન્સ સાથે ખોલાવી શકશે. સાથે ડેબિટ કાર્ડ પણ મળસે. કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલી આ યોજના બે ચરણમાં અમલી બની છે. જેમાં ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરતા અશિક્ષિત લોકો અથવા ઉમર લાયક લોકો સરળ તાથી આ યોજનામાં જોડાઇ રહ્યા છે. આ યોજના હેઠળ ઉમેદવારોને બેંક દ્વારા અનેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં પૈસાની લેવડ દેવડ, પૈસાનું રોકાણ, દુર્ઘટના વીમા સહાય અને લોન સહાય જેવી અનેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરેલ છે.
PMJDY 2022ના આધારે 18 ઓગસ્ટ, 2014લઈને 2022 સુધી એટલે કે 8 વર્ષમા 46 કરોડથી પણ વધારે ખાતા ખોલવામાં આવ્યા છે. નાણાકીય ખાતા દ્વારા મળતી માહિતી મુજબ 1.74 લાખ કરોડ રૂપિયા જમાં છે. આ યોજનાની સહાય તાથી 67% ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરતા લોકો બેન્કિંગ સુવિધા સાથે જોડાઇ રહ્યા છે
પ્રધાનમંત્રી જનધન યોજના સહાય:
- આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી છે
- દેશમાં વસવાટ કરતા દરેક જ્ઞાતિના લોકો આ યોજનનો લાભ લઈ શકે છે
- આ યોજના 2 ચરણોમાં અમલી બની છે
- આ યોજના હેઠળ દરેક વ્યક્તિ પોતાનું ખાતું ઝીરો બેલેન્સ સાથે ખોલાવી શકે છે
- સાથે સાથે ડેબિટ કાર્ડ પણ મેળવી શકે છે
- આ યોજનાનો ઉદ્દેશ દેશના બધા પરિવારોને બેંક સુવિધા સાથે જોડવાનો છે
- આ યોજના અંતર્ગત પૈસાની લેવડ દેવડ , પૈસાનું રોકાણ, દુર્ધટના વીમા સહાય અને લોન સહાય જેવી અનેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરેલ છે
પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ઉમેદવારોને સહાય:
- પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ઉમેદવારોને 1,00,000 દુર્ધટના વિમાં સહાય આપવામાં આવશે
- 26 જાન્યુઆરી 2015 મા ખાતું ખોલાવનારો ને 30, 000સુધીની વધારાની વીમા સહાય આપવામાં આવશે
- જનધન ખાતું ખોલાવ્યા બાદ 6 મહીને રૂ.50, 000ની ઓવડ્રાફ્ટ ની સુવિધા પણ મેળવી શકે છે
- આ યોજનાનો નારો ‘My Account Fortune Teller’ એટલે કે “મેરા ખાતા ભાગ્ય વિધાતા ”ચલાવવામાં આવશે
- કેન્દ્ર સરકાર દ્વારા મળતી માહિતી મુજબ 29 ડિસેમ્બર 2021 સુધીમાં 24.61 કરોડ મહિલાઓએ આ યોજનામાં જોડાઇ
- બીજા ચરણમાં પેન્શન માઈક્રો ઇન્શોરન્સની સુવિધા ચાલુ કરવામાં આવેલ છે. આ અંતર્ગત હવે ખાતેદારને લોન સહાય અને પેન્શન સહાય આપવામાં આવશે.
પ્રધાનમંત્રી જનધન યોજના માહીતી:
- 2021 સુધી 24.61 કરોડ મહિલાઓ આ યોજનામાં જોડાઇ
- પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ઉમેદવારોને રૂ.1,00,000 દુર્ધટના વીમા સહાય આપવામાં આવશે
- હવે ઉમેદવારો પોતના રહેઠાણ નજીક ખાતું ખોલાવી શકે છે. આ યોજના હેઠળ મળતી વિભિન્ન પ્રકારની સબસિડી ઉમેદવારોના સીધા જન ધન ખાતામાં જમાં કરવામા આવશે
- આ યોજનાનો લાભ મળશે માટે અરજદારની ઉંમર 18 વર્ષથી 59 વર્ષ સુધીની હોવી જોઈએ
ખાતું ખોલાવવા માટે ડોક્યુમેન્ટ:
પ્રધાનમંત્રી જનધન ખાતું ખોલાવા માટે ડોક્યુમેન્ટ નીચે મુજબ છે
- આધાર કાર્ડ
- મનરેગા કાર્ડ
- ચૂંટણી કાર્ડ
- રેશન કાર્ડ
- ડ્રાઈવિંગ લાઈસન્સ
- વીજળી કે ટેલિફોનનુ બીલ
- જન્મ વિવાહ પ્રમાણપત્ર અથવા કોઈ સંસ્થા નુ પ્રમાણપત્ર કોઈ પણ એક પુરાવો હોવો જરૂરી
આ માહીતી પણ તમારે વાંચવી જોઈએ
મહત્વપૂર્ણ લીંક
ઓફિશ્યલ વેબસાઈટ લીંક | અહી ક્લીક કરો |