ડિસેમ્બર મહિનામાં યોજાનાર GPSCની સાત પરીક્ષાઓ મોકૂફ, વાંચો GPSC વિભાગની નોટિફિકેશન

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં અગત્યની જાહેરાત કરવામા આવી છે. જેમાં જણાવ્યા મુજબ GPSC દ્વારા ડિસેમ્બરમાં યોજાનાર સાત પરીક્ષા મોકૂફ રાખવામા આવી છે.

GPSC પરીક્ષા મોકૂફ

GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. GPSC દ્વારા ડિસેમ્બરમાં યોજાનાર સાત પરીક્ષા મોકૂફ કરવાની જાહેરાત કરવામા આવી છે. વહીવટી કારણથી પરીક્ષા મોકૂફ કરવામાં આવે છે એવું કારણ આપવામાં આવ્યું છે.

GPSC એ કરી જાહેરાત

જાહેરાતમાં જણાવ્યું છે કે, આયોગ દ્વારા નીચે દર્શાવ્યા મુજબની જાહેરાતો માટેની પ્રાથમિક કસોટીઓ માટે ડિસેમ્બર-23 માં યોજાનાર હતી. જે વહીવટી કારણોસર હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે. આ પરીક્ષાઓની નવી તારીખો નક્કી થશે ત્યારે આયોગની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. સંબંધત ઉમેદવારોને આયોગની વેબસાઇટ જોતા રહેવા માટે વિનંતી કરવામાં આવે છે.

આ 7 પરીક્ષાઓ રખાઈ મોકૂફ

  1. અધિક મદદનીશ ઇજનેર (સિવિલ), વર્ગ-3 (GWRDC)
  2. પ્રિન્સિપાલ સુપ્રિટેન્ડન્ટ(હોમિયોપેથી), વર્ગ-1
  3. અધિક મદદનીશ ઇજનેર (યાંત્રિક), વર્ગ-3 (GWRDC)
  4. નિમ્ન વૈજ્ઞાનિક અધિકારી (ખોરાક), વર્ગ-1
  5. ઔષધ નિરીક્ષક અધિકારી, વર્ગ-2
  6. લઘુ ભૂતરશાસ્ત્રી, વર્ગ-૩ (GWRDC)
  7. સિનિયર સાર્યાલૅટફિક આશિસ્ટન્ટ, વર્ગ-૩ (GWRDC)
  • ઉલ્લેખનીય છે કે, આ પહેલા GPSCએ બે પ્રિલિમ પરીક્ષા મોકૂફ રાખી છે. સાયન્ટિફિક ઓફિસરની 9 નવેમ્બરે યોજાનાર પરીક્ષા તેમજ ફિઝિસ્ટ માટેની 26 નવેમ્બર લેવાનારી પરીક્ષા પણ મોકૂફ રાખવામાં આવી હતી.

સૂચના: અહીં ક્લિક કરો

સત્તાવાર વેબસાઇટ: અહીં ક્લિક કરો

Leave a Comment