ઘણીવાર પાકિસ્તાનના ક્રિકેટરો વાહિયાત નિવેદનોથી ચર્ચામાં રહે છે.ધણી વખત પાકિસ્તાન ટીમના પૂર્વ ક્રિકેટરો ભારતીય ટીમના ખેલાડીઓ વિશે બોલતા જોવા મળ્યા છે.વર્લ્ડકપ 2023 દરમિયાન પણ ધણા પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરોએ ટીમ ઇન્ડિયાનાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ પોતાના શાનદાર બોલિંગથી સૌના મો બંધ કરી દીધા.ત્યારબાદ એક ઇન્ટરવ્યૂ દરમિયાન શમીએ કેટલાક પાકિસ્તાની ક્રિકેટરો પર પ્રહાર કર્યા હતા.
શમી વર્લ્ડકપ 2023માં ટોપ બોલર
વર્લ્ડકપ 2023માં મોહમ્મદ શમીએ 24 વિકેટ પોતાના નામે કરી હતી.અને તે ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ હતો.ખાસ વાત એ છે કે શમીએ માત્ર 7 મેચમાં 24 વિકેટ ઝડપી હતી.તેને પ્રથમ ચાર મેચમાંથી બહાર રહેવું પડ્યું હતું.
હાર્દિક પંડ્યા બહાર થયા બાદ શમીએ જગ્યા મળી
હાર્દિક પંડ્યા ટીમની બહાર થયા બાદ શમીએ પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો.અને પહેલી જ મેચમાં તેણે ન્યુઝીલેન્ડ સામે 5 વિકેટ ઝડપી હતી.શમીએ વર્લ્ડકપ 2023માં ત્રણ વખત 5 વિકેટ લીધી હતી.શમીએ સમિફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે 7 વિકેટ ઝડપી હતી.
શમીનો વિડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ
આ દિવસોમાં મોહમ્મદ શમીનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.આ વીડિયો વર્લ્ડકપનો છે.જેમાં શમીએ પાકિસ્તાની ખેલાડીઓને ફટકાર લગાવી છે વીડિયોમાં શમી કહે છે.જ્યારે વર્લ્ડકપ શરૂ થયો ત્યારે હું કેટલીક મેચોમાં સમી શક્યો ન હતો પરંતુ જ્યારે મને તક મળી ત્યારે મે પહેલા 5 વિકેટ લીધી અને પછી 4 વિકેટ લીધી અને આ વાત પાકિસ્તાનનાં કેટલાક ખેલાડીઓ સમજી શક્યા નહિ.હવે મારે તેમની સાથે શું કરવું જોઈએ?તે કદાચ વિચારે છે કે તે શ્રેષ્ઠ છે પરતું જે સમયસર પ્રદર્શન કરે છે તે શ્રેષ્ઠ છે.હવે જે પણ કહેવામાં આવે છે કે મને બીજો બોલ મળ્યો.ICC મને અલગ બોલ આપી રહ્યું છે..અરે ભાઇ,તમારી જાતને સુધારો.
Mohammed Shami gave a hard reply to Pakistan. 🔥 https://t.co/IYOCJ9tuOh
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 22, 2023