Krishi news: ખેડુતો માટે ખુશબર ! આ તારિખ સુધીમા, તાર ફેન્સિંગ સહાય મેળવવા અરજી કરી દેજો: ગૂજરાત રાજ્યમાં રહેતા ખેડૂતોને ખેતરમા વાવેલા પાકને ત્યાના જે પ્રાણીઓ છે ,જે આ પાકને નુક્સાન કરે છે તેનાથી પાકને નુક્સાન થતુ અટકાવવા માટે ગૂજરાત સરકાર ખેડુતોને કાંટાવાળી ફેંસિગ વાડ કરવા માટે સહાય આપે છે.
આ યોજના હેઠળ ખેડૂતોને 2 હેકટરના ખેતરમા તારની ફેંસિંગ વાડ કરવા માટે મીટર દિઠ ₹200. અથવા જેટલુ ખર્ચ થાય તેના 50% બનેમાથી સસ્તુ પડે તે આપવામા આવે છે.
આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને આઇ ખેડૂત પોર્ટલ પર પોતાની અરજી નોંધાવી પડે છે. વહેલા તે પહેલા ધોરણે અરજી ને માન્ય કરી સ્વીકારવામાં આવે છે.
કેટલા દિવસમા સહાયની રકમ ખાતામા આવશે ?
અરજી મંજૂર થઈ ગઈ હોય તેવા ખેડૂતે ડીઝાઇન અને સ્પેસીફીકેશન ઠરાવની શરતો મુજબ ફેન્સી વાડ બનાવવાની કામગીરી 120 દિવસમાં પૂર્ણ કરીને જે સામાન લીધી હોય તેનું જીએસટી બિલ અને જરૂરી દસ્તાવેજો જમા કરવાના રહેશે.
એના પછી જ્યારે કામ પૂરું થઈ જાય અને તાર ફેન્સિગ તૈયાર થઈ જાય ત્યારે અધિકારી દ્વારા સ્થળની ચકાસણી કરી સહાયની રકમ ખાતામા જમા કરવામા આવશે.
આ જિલ્લાઓમા તાર ફેંસીગ સહાય માટે 8 ડિસેમ્બરથી આઇ ખેડૂત પોર્ટલ ખોલવામા આવશે.
ખેતી નિયામક ના જણાવ્યા પ્રમાણે ખેડુતો ચાલું વર્ષના સમયગાળામાં પણ આ યોજનાનો લાભ મેળવવા આઇ ખેડૂત પોર્ટલ પર પોતાની અરજી કરી શકે છે.
આ હેતુથી રાજ્યના 10 જિલ્લાઓ જેવા કે ખેડા, અમદાવાદ, પોરબંદર, આણંદ, જૂનાગઢ, ગાંધીનગર, અમરેલી, ગીર – સોમનાથ, ભાવનગર બોટાદમા 8 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધી આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે.અને બાકીના 10 જિલ્લાઓ જેવા કે પાટણ, મહેસાણા, બનાસકાંઠા, રાજકોટ, અરવલ્લી, સાબરકાંઠા, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છમાં આઇ ખેડુત પોર્ટલ 10 ડિસેમ્બરથી આગામી 30 દિવસ સૂધી ખુલ્લું કરવામાં આવશે.
આ જિલ્લાના ખેડુતો ફેનસિંગ સહાય મેળવવા માટે 12 ડિસેમ્બર થી અરજી કરી શકશે.
અને અન્ય 12 જિલ્લાઓ જેવા કે નવસારી, તાપી, સુરત, વડોદરા, ડાંગ, વલસાડ, મહીસાગર, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ અને દાહોદ જિલ્લાઓના ખેડુતો માટે તારીખ 12 ડિસેમ્બર થી આવનારા 30 દિવસ સૂધી આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લું રાખવામા આવશે.
અરજી કરવાના 10 દિવસ પછી ખેડૂતોએ ઓનલાઇન અરજી પ્રિન્ટ અને તેની સાથે જરૂરી દસ્તાવેજૉ જિલ્લા ખેતવાડી અધિકારીને આપવાના રહેશે.અના પછી અઘિકારીઓ દ્વારા સ્થળની મુલાકાત લઈ ચકાસણી કરવામાં આવશે.અને અના પછી અરજીની. મંજૂરી આપવામા આવશે.