Join Whatsapp Group

Join Telegram Group

TAT HS Result: TAT હાયર સેકન્ડરી પરીક્ષાનુ રિઝલ્ટ જાહેર, આ રીતે માત્ર એક ક્લિકથી જાણો તમારુ રીઝલ્ટ

TAT HS Result: ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સપ્ટેમ્બર મહિનામા લેવામાં આવેલી ધોરણ-11 અને 12ની સ્કૂલોમાં શિક્ષક બનવા માટેની અભિરૂચી ક્સોટી- ઉચ્ચતર માધ્યમિક (TAT-IS) મેઈન્સનું પરિણામ 30 નવેમ્બર સુધીમાં જાહેર કરવાનું આયોજન કરવામા આવેલ છે. TAT-HS મેઈન્સની પરીક્ષા આપવા માટે આખા ગુજરાત રાજ્યમાંથી 44 હજાર જેટલા ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. TAT HS Result 2023 ગુજરાત રાજય પરીક્ષા બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ http://sebexam.org પર જાહેર કરવામા આવેલ છે.

આમ, ગુજરાત રાજય પરીક્ષા બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ http://sebexam.org પર TAT-HS Result જાહેર કરવામા આવેલ છે. કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા જ્ઞાન પરિણામ જાહેર કર્યા પછી સહાયકની ભરતી માટેની કાર્યવાહી હાથ પર લેવામાં આવશે.

TAT HS Result 2023

ગુજરાત રાજ્યમાં આવેલી સ્કૂલોમાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યા ઉ૫૨ જ્યાં સુધી શિક્ષકોની કાયમી ભરતી ન કરવામાં આવે ત્યાં સુધી પ્રવાસી શિક્ષકો દ્વારા અભ્યાસ કરાવવામાં આવતો હતો. તાજેતરમાં જ ગુજરાત શિક્ષણ વિભાગે પ્રવાસી શિક્ષક યોજના રદ કરી જ્ઞાન સહાયકની નિમણુંક કરવાની જાહેરાત કરી હતી. જ્ઞાન સહાયકની નિમણુંક માટે દ્વીસ્તરીય પરીક્ષાના આધારે પસંદગી કરવાનું નકકી કરવામા આવ્યુ હતુ અને તેના માટે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડને પરીક્ષા લેવાની જવાબદારી સોંપવામાં આવી હતી. જેથી ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક માટે પરીક્ષાનું આયોજન કરી પરિણામ જાહેર કર્યું હતું. જેના આધારે જ્ઞાન સહાયકની ભરતીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

તે દરમિયાન, ધોરણ-11 અને 12માં પણ જ્ઞાન સહાયક બનવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દ્વીસ્તરીય પરીક્ષા લેવામાં આવી હતી. જેમા રાજ્ય પરીક્ષા બોર્ડ મેઈન્સની પરીક્ષા લીધી હતી પરંતુ અત્યાર સુધી તેનું પરિણામ ન જાહેર કરાયું હોવાથી ઉચ્ચતર માધ્યમિકમાં જ્ઞાન સહાયકની ભરતી નથી થઈ. ધો.11 અને 12ના શિક્ષક બનવા માટેની અભિરૂચી કસોટીની ગુજરાતી માધ્યમની પ્રિલિમિનરી પરીક્ષા 6 ઓગસ્ટના રોજ અને 13 ઓગસ્ટના રોજ હિન્દી તથા અંગ્રેજી માધ્યમની પરીક્ષા લેવાઈ હતી.

આ બંને પરીક્ષામાં કુલ 103867 ઉમેદવારો હાજર રહ્યાં હતા. આ પ્રિલીમ પરીક્ષામાં જે ઉમેદવારોએ 70 કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કર્યા હોય તે બધા ઉમેદવારોને મેઈન્સ પરીક્ષા માટે પસંદ કરવામાં આવ્યાં હતા. મેઈન્સ પરીક્ષા માટે સમગ્ર ગુજરાત રાજ્યના 43933 ઉમેદવારો હાજર રહ્યાં હતા. આ પરીક્ષા રાજ્યના અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, વડોદરા, રાજકોટ,અને સુરતમાં લેવાઈ હતી. પરીક્ષા પુરી થયા પછી હજુ સુધી તેનું પરિણામ જાહેર કરાયું ન હોવાથી હવે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TAT-HS Result પરિણામ જાહેર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

TAT પરીક્ષાનુ રીઝલ્ટ આજે જાહેર કરવામા આવ્યુ છે. જે ઉમેદવારો રાજય પરીક્ષા બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ પરથી પોતાની રિઝલ્ટ જોઈ શકશે.

TAT HS પરિણામ 2023 કેવી રીતે તપાસવું?

TAT હાયર સેકન્ડરી પરીક્ષાનુ રીઝલ્ટ ઓનલાઇન જોવા માટે નીચેના પગલા અનુસરો.

  • સૌથી પહેલા તમે રાજય પરીક્ષા બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ http://sebexam.org ઓપન કરો.
  • ત્યારપછી આ વેબસાઇટ મા Print Result ઓપ્શન પર કલીક કરો.
  • આપેલા વિવિધ રીઝલ્ટ પૈકી TAT (હાયર સેકન્ડરી) મુખ્ય પરીક્ષા ઓપ્શન સીલેકટ કરો
  • તેમા તમારો પરીક્ષાનો કન્ફર્મેશન નંબર અને તમારી જન્મ તારીખ નાખી સબમીટ આપતા તમારુ રીઝલ્ટ ખૂલી જશે.

Gujarat TAT HS રીઝલ્ટ જોવા અંંગે મહત્વપુર્ણ લીંક

Gujarat TAT HS Result 2023નું પરિણામ ઓનલાઈન જોવા માટે અહિ ક્લિક કરો
Gujarat TAT HS Result 2023નું પરિણામ જાહેર કર્યા અંગેની જાહેરાત નોટીફિકેશ વાંચો અહીંથી અહિ ક્લિક કરો

Leave a Comment