Join Whatsapp Group

Join Telegram Group

Bharat Nu Bandharan | ભારતીય બંધારણ વિશે માહિતી

Bharat Nu Bandharan | ભારતીય બંધારણ વિશે માહિતી: આપણો દેશ ભારત આઝાદ થયો તે પહેલાં બ્રિટિશ સરકારે ઘણાં વર્ષો સુધી શાસન કર્યું હતું. પરંતુ આવડા મોટા દેશનો વહીવટ સરળતાથી ચલાવવા માટે તેમણે વિવિધ પ્રકારના અધિનિયમ (એક્ટ) પસાર કર્યા જેના વિશે જાણવું આપણા સૌના માટે અગત્યનું છે.

Bharat Nu Bandharan | ભારતીય બંધારણ વિશે માહિતી

ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ – 1935

ભારતીય શાસન અધિનિયમ – 1935 સર જ્હોન સાયમનની ભલામણોને આધારે બ્રિટિશ સરકારે પસાર કર્યો હતો. આ અધિનિયમમાં દ્વિમુખી શાસન પદ્ધતિ સૂચવવામાં આવી. જેમાં ઉપલાં ગૃહને રાજ્યપરિષદ અને નીચલા ગૃહને કેન્દ્રીય વિધાનસભા તરીકે ઓળખવામાં આવતી હતી.

ઓગસ્ટ પ્રસ્તાવ – 1940

ઓગસ્ટ પ્રસ્તાવ – 1940માં વાઇસરોયે જાહેર કર્યું કે બીજું વિશ્વયુદ્ધ પૂરું થયા પછી ભારતનું બંધારણ ઘડવા માટે એક કમિટી બનાવવામાં આવશે. યુદ્ધ દરમિયાન તેની કારોબારી સમિતિમાં તથા યુદ્ધમાં સલાહકાર સમિતિમાં ભારતના નેતાઓને નીમવાની પણ વાઇસરોયે તૈયારી બતાવી હતી. પરંતુ કોંગ્રેસે તેનો અસ્વીકાર કર્યો.

ક્રિપ્શ મિશન – 1942

૧૯૩૯માં લોર્ડ લીનલીથગોએ ભારતને વિશ્વયુદ્ધના સાથી પક્ષો તરફીએ યુદ્ધસ્ત દેશ ઘોષિત કર્યો. આ માટે તેમણે ભારતાના કોઈ પણ રાજનૈતિક પક્ષ કે ચૂંટાયેલા ભારતીય પ્રતિનિધીઓની સલાહ લીધી નહીં. આને કારણે ભારતીયોમાં ઘણો અસંતોષ ફેલાયો.

ડીસેમ્બર – 1941માં જાપાનની સરકારે અમેરિકા સામે યુદ્ધની ઘોષણા કરી. જાપાનના સૈનિકોએ ઇન્ડોનેશિયા, ફિલિપાઈન્સ, ચીન, મલાયા વગેરે પ્રદેશો જીતી લીધા. ત્યારબાદ ફેબ્રુઆરી 1942ના અંત સુધીમાં તો સિંગાપુર અને રંગૂન જીતી લીધા. જાપાને ભારતના પૂર્વકાંઠાના વિસ્તારોમાં બોમ્બમારો કર્યો. આથી ભારતમાં યુદ્ધ થવાની શરૂ થવાની અણીએ હતું. આ વિકટ પરિસ્થિતિમાં બ્રિટિશ સરકારે તેના એક પ્રધાન સ્ટેફર્ડ ક્રિપ્શને ભારતને યુદ્ધ માટે મનાવવા ભરતા મોકલ્યો.

યુદ્ધ પુરું થયા પછી બંધારણ ઘડવા માટે બંધારણસભાની રચના કરવામાં આવશે. નવું બંધારણ ઘડાય ત્યાં સુધી વાઇસરોયની કારોબારી સમિતિમાં અને સંરક્ષણ ખાતા સિવાયના બધા ખાતામાં ભારતના પ્રતિનિધિને નીમવામાં આવશે. અને યુદ્ધ દરમિયાન ભારતની સંપૂર્ણ જવાબદારી બ્રિટિશ સરકાર લેશે. એવી અગત્યની દરખાસ્તો આડકતરી રીતે મુસ્લિમ લીગની અલગ પાકિસ્તાનની માંગણી સ્વીકારવા જેવી લાગતી હતી. તેથી કોંગ્રેસે અને મુસ્લિમ લીગે તેનો અસ્વીકાર કર્યો. એપ્રિલ- 1942બ્રિટિશ સરકારે ક્રિપ્શ દરખાસ્ત પરત ખેંચી લીધી.

ભારત છોડો આંદોલન

ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના વખતમાં ૮મી ઓગસ્ટ, ઇ. સ. ૧૯૪૨ના દિને ગાંધીજી દ્વારા કરાયેલા આહ્‌વાન પર ભારત છોડો આંદોલનનો આરંભ થયો હતો. આ આંદોલન ભારત દેશના લોકોને તુરંત આઝાદ કરવા માટે અંગ્રેજી શાસન વિરુદ્ધ એક નાગરિક અવજ્ઞા આંદોલન (civil disobedience movement) હતું. ક્રિપ્સ મિશન (The Cripps mission)માં વિફ઼ળતા મળ્યા બાદ મહાત્મા ગાંધીએ બ્રિટિશ શાસન ખિલાફ઼ પોતાનું ત્રીજું મોટું આંદોલન છેડવાનો ફેંસલો કર્યો હતો. ઓગસ્ટ ૧૯૪૨માં શરૂ થયેલા આ આંદોલનને ‘અંગ્રેજો ભારત છોડો‘ એવું નામ આપવામાં આવ્યું હતું.

વેવેલ યોજના

બીજું વિશ્વયુદ્ધ પુરું થયું એટલે ઇંગ્લેન્ડમાં ચૂંટણીઓ થઇ. તેમાં મજૂર પક્ષના નેતા ક્લેમેન્ટ એટલી વડાપ્રધાન બન્યા. તેઓ ભારતને સ્વતંત્રતા આપવા તૈયાર હતા. તેમના આદેશથી ભારતના રાજકીય સંઘર્ષનો ઉકેલ લાવવા વાઇસરોય વેવેલને વચગાળાની વ્યવસ્થા ઊભી કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આ વેવેલ યોજના ઉપર વિચારણા કરવા ભારતના બધા રાજકીય પક્ષોના આગેવાનોની એક પરિષદ સિમલામાં ભરવામાં આવી. પરંતુ મહમદ અલી ઝીણાએ વાઇસરોયની કારોબારી સમિતિમાં મુસ્લિમોની બેઠકો માટે મુસ્લિમ લીગ જે નેતાઓના નામ સૂચવે તેમના દ્વારા ભરાવી જોઈએ. એવો આગ્રહ રાખ્યો. વેવેલ યોજના પણ નિષ્ફળ ગઈ.

કેબિનેટ મિશન

ઇંગ્લેન્ડના વડા પ્રધાન ક્લેમેન્ટ એટલીએ ભારતને પૂર્ણ સ્વતંત્રતા આપવાની વાટાઘાટો કરવા માટે કેબિનેટ કક્ષાના ત્રણ પ્રધાનો (1) પેથીક લોરેન્સ (અધ્યક્ષ) (2) એ.વી.એલેકઝાન્ડર (૩) સર સ્ટેફર્ડ ક્રિપ્શને ભારત મોકલવાની જાહેરાત કરવામાં આવી હતી

આ યોજનામાં લાંબાગાળાની યોજના અને વચગાળાની સરકાર બનાવવા માટેની જોગવાઈ કરવામાં આવી હતી. લાંબાગાળાની યોજના પ્રમાણે ભારતને (1) હિન્દુ બહુમતીવાળા (2) મુસ્લિમ બહુમતીવાળા (૩) મિશ્ર વસતિવાળા એવા જૂથોમાં વહેચવામાં આવ્યું આ ત્રણેય જૂથને કેંદ્ર સરકાર સાથે સ્વેચ્છાએ જોડાણ કરવાની સત્તા આપી. પરંતુ કેબિનેટ મિશ્વને મુસ્લિમ લીગ અને કોંગ્રસની માંગણી સંતોષવા માટે પ્રયાસ કર્યો.

વચગાળાની યોજના પ્રમાણે તત્કાલ વચગાળાની સરકાર રચવામાં આવી. જેમાં મુસ્લિમ અને હિંદુ ધર્મના પ્રિતિનિધિઓનું પ્રભુત્વ સરખું રાખીને અન્ય ધર્મના લોકોને વસતિ પ્રમાણે પ્રતિનિધત્વ આપવાનું હતું. અંતે બ્રિટિશ સરકારે આ બંને યોજના સ્વીકારવાની ના પાડી.

બંધારણસભાની રચના

બંધારણસભાની રચના કેબિનેટ મિશન પ્લાન – 1946 હેઠળ પરોક્ષ મતદાન દ્વારા થઈ. જુલાઈ 1946માં ચૂંટણીઓ પૂરી થઇ જેમાં બંધારણ સભામાં કુલ 389 સભ્યો પૈકી 296 સભ્યોની ચૂંટણીઓ થઇ હતી. કોંગ્રેસે 210 બેઠકોમાંથી 201 અને મુસ્લિમ લીગે 78 બેઠકોમાંથી 73 બેઠકો મેળવી. આથી કોંગ્રેસ રાષ્ટ્રીય સંસ્થા અને મુસ્લિમ લીગે મુસ્લિમોના પ્રતિનિધિ હોવાનું સાબિત કર્યું. 9 ડીસેમ્બર 1946ના રોજ બંધારણસભાની પ્રથમ બેઠક નવી દિલ્લી મુકામે મળી. પ્રથમ બેઠકના અસ્થાયી અધ્યક્ષ ડૉ.સચ્ચિદાનંદ સિહા હતા.

Leave a Comment