રણબીર કપૂર અને બોબી દેઓલની ફિલ્મ ‘એનિમલ’ માટે ફેન્સમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મનું 25 નવેમ્બરથી એડવાન્સ બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. એડવાન્સ બુકિંગમાં પણ ફિલ્મ ‘એનિમલ’ને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે.
ફિલ્મ ‘એનિમલ’ માટે ફેન્સમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મનું 25 નવેમ્બરથી એડવાન્સ બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મે એડવાન્સ બુકુંગમાં કરોડોની કમાણી કરી.
ફિલ્મ ‘એનિમલ’નું એડવાન્સ બુકિંગ
ફેન્સ ફિલ્મ ‘એનિમલ’ની રિલીઝ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ટ્રેલરમાં રણબીર કપૂરનો ઈન્ટેન્સ લુક જોવા મળી રહ્યો છે અને બોબી દેઓલનો ખૂંખાર લુક જોવા મળી રહ્યો છે. ફિલ્મ ‘એનિમલ’નું એડવાન્સ બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ફિલ્મના ફર્સ્ટ ડે ફર્સ્ટ શોની લાખો ટિકિટો વેચાઈ ગઈ છે અને રિલીઝ પહેલા જ ફિલ્મ ‘એનિમલ’એ કરોડો રૂપિયાની કમાણી કરી લીધી છે. ફિલ્મ ‘એનિમલ’એ એડવાન્સ બુકિંગથી 6.42 કરોડની કમાણી કરી છે.
ફિલ્મ રિલીઝ
સંદીપ રેડ્ડી વાંગાએ ફિલ્મ ‘એનિમલ’નું નિર્દેશન કર્યું છે, જે 1 ડિસેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મમાં રણબીર કપૂર, બોબી દેઓલ, સુરેશ ઓબેરોય, રશ્મિકા મંદાના, અનિલ કપૂર, શક્તિ કપૂર સહિત અન્ય કલાકારોએ મુખ્ય ભૂમિકા ભજવી છે.
એડવાન્સ બુકિંગ, જવાન અને ગદર-2નો રેકોર્ડ તોડી દેશે
ફિલ્મ ‘એનિમલ’ના એડવાન્સ બુકિંગને મળેલા સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. આ ફિલ્મ રણબીર કપૂરના કરિઅરની સૌથી મોટી ઓપનર ફિલ્મ બની શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, ફિલ્મ ‘એનિમલ’ એડવાન્સ બુકિંગમાં શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાન’ અને ‘જવાન’, સની દેઓલની ફિલ્મ ‘ગદર 2’ અને સલમાન ખાનની ફિલ્મ ‘ટાઈગર 3’નો રેકોર્ડ તોડી શકે છે. દિલ્હી-NCRમાં, ‘એનિમલ’ની ટીકિટની કિંમત 250 રૂપિયાથી શરૂ થાય છે અને રિક્લાઈનર સીટ માટેની કિંમત 2,400 રૂપિયા છે. મલ્ટીપ્લેક્સ સીરીઝમાં નોર્મલ સીટ માટેની ટીકિટની કિંમત 600 રૂપિયા છે.