Join Whatsapp Group

Join Telegram Group

હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઇટન્સ કેમ છોડી? મુંબઈ ઈન્ડિયન્સમાં વાપસી અંગે ગુજરાત ટાઈટન્સે બતાવ્યું કારણ

હાર્દિક પંડ્યા 2015થી 2021 વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સનો હિસ્સો હતો એ દરમિયાન ટીમે 4 વખત ખિતાબ જીત્યો હતો. વર્ષ 2022 માં ગુજરાત ટાઈટન્સમાં જોડાયો અને ટીમની પ્રથમ સિઝનમાં ચેમ્પિયન બની હતી. બીજી સિઝનમાં ફાઈનલ રમી હતી. મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને ગુજરાત ટાયટન્સે સોમવારે હાર્દિક પંડ્યાના ટ્રેડની જાહેરાત કરી હતી. તે ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝનમાં મુંબઈ ફ્રેન્ચાઈઝીમાં રમતા જોવા મળશે.

એરટેલ કંપનીમાં ભરતી: Airtel Company Recruitment 2023

ગુજરાત ટાઇટન્સના ડિરેક્ટર વિક્રમ સોલંકીએ જણાવ્યું કે, હાર્દિક ઈચ્છતો હતો કે તે મુંબઈ ઈન્ડિયન્સમાં પાછો ફરે. ફ્રેન્ચાઈઝીએ તેના નિર્ણયનું સન્માન કરતાં તેને રિલિઝ કર્યો હતો. હાર્દિકને સામેલ કરવા માટે મુંબઈ ઈન્ડિયન્સે તેની 15 કરોડ રૂપિયાની ફી ચૂકવવી પડશે. ટાઇટન્સે આ કિંમતે હાર્દિકને પોતાની સાથે જોડ્યો હતો.

હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઇટન્સ કેમ છોડી?

મુંબઈ ઈન્ડિયન્સે કેમેરોન ગ્રીનને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ટ્રાન્સફર કર્યો. બંને ટીમોએ સોમવારે બપોરે પ્રેસ રિલીઝ જારી કરીને હાર્દિકના ટ્રેડની પુષ્ટિ કરી હતી. ગુજરાત ટાઇટન્સે તેમના કેપ્ટનને જવા દેવા પાછળનું કારણ બતાવ્યું. વિક્રમ સોલંકીએ કહ્યું, “ગુજરાત ટાઇટન્સના પ્રથમ કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાએ ફ્રેન્ચાઇઝીને બે શાનદાર સિઝન આપવામાં મદદ કરી છે. આના પરિણામે એક IPL ચેમ્પિયનશિપ જીતવામાં અને એક ફાઈનલમાં પ્રવેશ થયો. તેણે હવે તેની મૂળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અમે તેમના નિર્ણયનું સન્માન કરીએ છીએ અને તેમના ભવિષ્ય માટે તેને શુભેચ્છા પાઠવીએ છીએ.

Digital Gujarat Portal Registration 2023: ડિજિટલ ગુજરાત પોર્ટલ રજિસ્ટ્રેશન

મુંબઈ ઈન્ડિયન્સમાં હાર્દિક પંડ્યાની વાપસી પર નીતા અંબાણીએ કહ્યું, “અમે હાર્દિકની ટીમ વાપસીનું સ્વાગત કરીએ છીએ. મુંબઈ ઈન્ડિયન્સ પરિવાર સાથે આ હાર્દિકનું પુનઃમિલન છે! હાર્દિકે મુંબઈ ઈન્ડિયન્સના યુવા ખેલાડીથી લઈને ટીમ ઈન્ડિયાનો સ્ટાર બનવા સુધી ઘણી લાંબી સફર કરી છે. અમે મુંબઈ ઈન્ડિયન્સ સાથેના તેના ભવિષ્ય વિશે ઉત્સાહિત છીએ.

Leave a Comment