માર્કેટિંગ યાર્ડ ધમધમતા થયા, મગફળીના સારા ભાવ મળતા ખેડૂતો ખુશ

લાભ પાંચમથી સાવરકુંડલા માર્કેટિંગમાં હરાજી શરૂ થઇ છે. દિવાળી બાદ યાર્ડમાં મગફળી અને કપાસની પુષ્કળ આવક થઇ હતી. મગફળીનાં એક મણના 1391 રૂપિયા ભાવ રહ્યો હતો. તેમજ કપાસના પણ સારા ભાવ મળ્યાં હતાં.

દિવાળીઓની રજા પૂર્ણ થઇ છે. લાભ પાંચમથી બજારો ફરી ધમધમતી થઇ છે. લાભ પાંચમથી સૌરાષ્ટ્રનાં માર્કેટિંગ યાર્ડ શરૂ થયા છે. અમરેલી જિલ્લામા મોટાભાગના ખેડૂતોએ કપાસ, મગફળીનું વાવેતર કર્યું હતું. સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીનાં 1,391 રૂપિયા ભાવ રહ્યો હતો. સાવરકુંડલા યાર્ડમાં કપાસની જણસીની હરાજી કરવામાં આવી હતી. કપાસનો ભાવ 1,380 રૂપિયાથી લઇને 1,511 રૂપિયા બોલાયો હતો. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં 6100 મણ કપાસની આવક થઇ હતી.

સાવરકુંડલા યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી. લોકવન ઘઉંનો ભાવ 511 રૂપિયાથી લઇને 605 રૂપિયા બોલાયો હતો. ત્યારે ટુકડા ઘઉંનો ભાવ 511 રૂપિયાથી લઇને 627 નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં 350 મણ ઘઉંની આવક થઈ હતી. યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી. સફેદ તલનો ભાવ 3100 રૂપિયાથી લઇને 3251 રૂપિયા નોંધાયો હતો.

માર્કેટિંગ યાર્ડમાં તલ કાળાનો ભાવ 3150 રૂપિયાથી લઇને 3,511 રૂપિયા ભાવ બોલાયો હતો. યાર્ડમાં 60 મણ તલની આવકનો થઈ હતી.સોયાબીનનો ભાવ 900થી 1027 રૂપિયા બોલાયો હતો. 1000 મણ સોયાબીનની આવક થઇ હતી.

Leave a Comment